મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

#childhood
#ff3
આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood
#ff3
આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નાં લોટ ને ચાળી લો.હવે ઉપર નાં માપ મુજબ દૂધ અને ઘી ને ગરમ કરી લો.અને લોટ માં થોડું થોડું ઉમેરી બે હાથ થી મસળો.આ મોણ ને બરાબર મિક્સ કરી ચારણી વડે ચાળી લો.જેથી મોહન થાળ કણીદાર બને છે.
- 2
હવે ગેસ પર ઘી ગરમ કરવા મૂકો.ગરમ થઇ જાય એટલે લોટ ઉમેરી હલાવો.લોટ ની કણી લાલ થઇ જાય ત્યાં સુધી શેકો.
- 3
લોટ માં ઘી નો ઉભરો આવે એટલે તેમાં એક વાટકી દૂધ ઉમેરી દો.જેનાંથી મોહન થાળ સોફ્ટ બનશે.દૂધ બળી જાય અને મિશ્રણ ધટ્ટ થઈ ઘી છોડે એટલે ગેસ પરથી ઉતારી લો.
- 4
હવે એક વાસણમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી કરવા મૂકો.ઉકળે એટલે બે ચમચી દૂધ નાખી ચાસણી નો મેલ કાઢી લો.અને ઇલાયચી પાઉડર નાખી હલાવો.
- 5
દોઢ તાર ની ચાસણી થાય એટલે ગેસ પરથી ઉતારી શેકેલા લોટ માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.થાળી અથવા ચોકી માં ઘી લગાવી આ મોહન થાળ ને તેમાં સેટ કરી દો ઉપર ગુલાબ ની પાંદડી,ડ્રાય ફ્રુટસ નાખી ચમચા થી દબાવી સેટ કરી લો.
- 6
થોડો ઠરે એટલે ચપ્પુ થી ક્ટ કરી કાપા પાડી લો.આ મોહન થાળ એકદમ સોફ્ટ અને કણીદાર બને છે.સ્વાદ માં લાજવાબ બને છે. તે તહેવારો માં કે પ્રસંગો માં બનાવવા માં આવે છે.
Similar Recipes
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલોમોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ આ માપ થી બનાવશો તો સરસ જ થશે.. Sangita Vyas -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#GCR આ મગસ નાં લાડુ ગણેશજી નાં તથા સ્વામી નારાયણ નાં પ્રસાદ તરીકે વધારે બનાવાય છે.અને સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.સાથે એટલાજ પોષ્ટિક પણ છે. Varsha Dave -
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
-
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#DFTદિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું Jayshree Chauhan -
-
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
મોહન થાળ (ઠાકુરજી નો ઢાળો)
#india#મીઠાઈ મોહનથાળ ઠાકોરજી ને બહુ પ્રિય છે આથી પ્રસાદ તરીકે હવેલી મા વટાય છે.,વળી લગ્ન પ્રસંગે પણ જમણવાર માં જોવા મળે છે. Varsha Karia I M Crazy About Cooking -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ સાતમ આઠમ ની ફેવરિટ વાનગી આ લિસા લાડુ છે.જે ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
મોહનથાલ (Mohan thal Recipe In Gujarati)
#કૂકબુક#diwali#મિઠાઈ#પોસ્ટ1દિવાળી ના દિવસો મા બધા ના ઘરો મા બનતી મિઠાઈ છ. હવે આ વિસરાઈ જાય છે ચલો ફરિ અપડા તેહ્વવાર અને પરંપરા ને પાછુ જીવંત કરી ઍ. Hetal amit Sheth -
-
મોહન થાળ
#૨૦૧૯#મનપસંદ સૌ ને ભાવતો મોહન થાળ .કાના નો વહાલો મોહન થાળ. અમને સૌ ને ભાવે મોહન થાળ. Krishna Kholiya -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
મોહનથાળ
પરંપરાગત વાનગી એટલે મોહનથાળ. મોહને પ્રિય એવો મોહનથાળ દરેક ઘરોમાં બનતો જ હશે. મેંઆજે ચણાના કરકરા લોટ અને ગુલાબ જાંબુ ની વધેલી ચાસણી માંથી મોહનથાળ બનાવ્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3તહેવારમાં પ્રસાદી રૂપે બનાવી શકાતો મોહનથાળ Bhavna C. Desai -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#week4 મગસ નાં લાડુ સરળતા થી બની જાય છે અને તહેવાર માં કે પ્રસાદ તરીકે બનાવાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (10)