કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#EB
Week 16
#ff3
જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે.

કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB
Week 16
#ff3
જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ સૂકા ટોપરા નું ખમણ
  2. ૧/૨ બાઉલ ખાંડ
  3. ૧/૨ બાઉલ દૂધ
  4. ૧ ચમચીઇલાયચી પાઉડર
  5. ૧ ચમચીઘી
  6. ૧/૪ કપકેસર વાડુ દૂધ (કલર અને ફ્લેવર માટે)
  7. ૮-૧૦ બદામ ની કતરણ
  8. ૭-૮ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ટોપરાપાક બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી લેવી. પછી એક પેનમાં એક ચમચી ઘી મૂકી ઘી ગરમ થાય એટલે કોપરાના ખમણને થોડુંક ધીમા તાપે ૨ મિનિટ સુધી શેકી લેવું. (ખમણ ને શેકવા થી તેમાં રહેલો મોશચર નો ભાગ વયો જાય છે અને ખમણ એકદમ ક્રિસ્પી લાગે છે.)

  2. 2

    હવે આ ખમણ ને એક ડિશમાં કાઢી અને તે જ પેનમાં દૂધ નાખીને તેમાં ખાંડ ઉમેરી અને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે ઊકળવા દેવું.

  3. 3

    પછી તેમાં ઈલાયચી પાઉડર અને કેસરવાળું દૂધ ઉમેરી દેવું અને સતત હલાવતા રહેવું. કેસર વાડુ દૂધ ઉમેરવાથી ટોપરાપાક નો કલર ચેન્જ થઇ જશે.

  4. 4

    દૂધ ઘટ્ટ થઈ જાય પછી તેમાં ટોપરાનું ખમણ ઉમેરી અને હલાવવું જ્યાં સુધી દૂધ અને ખાંડ ની ચાસણી બળી ન જાય ત્યાં સુધી હલાવતા રહેવું. ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.પછી એક ડિશને ઘીથી ગ્રીસ કરી લેવી.

  5. 5

    ટોપરાપાક ને ગ્રીસ કરેલી ડિશમાં પાથરી દેવું અને ઘી વાડી ચમચીથી સરસ થી સ્પ્રેડ કરી દેવું. ઉપરથી ડ્રાયફ્રુટ ઉમેરી અને ચમચીથી પ્રેસ કરીને દબાવી દેવા. પછી ટોપરા પાક ને ફ્રીઝ માં 1/2 કલાક સુધી સેટ કરવા મૂકી દેવો.

  6. 6

    પછી ચપ્પુની મદદથી ગમે તેવા આકારમાં પીસ કરી લેવા અને ટોપરા પાક ને સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes