સૂરણ કોફ્તા (Suran Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણને સારી રીતે ધોઈને ૨ સીટી વગાડી બાફી લેવું અને ઠંડું થાય પછી તેનો માવો બનાવી લેવો શીંગને શેકીને ફોતરા ઉતારીને કરકરી ખાંડી લેવી.
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં આદું મરચાં નાખીને એક મીનીટ સુધી સાંતળવું ત્યારબાદ તેમાં તલ નાખીને એક મીનીટ પછી સૂરણનો માવો નાખવો. ધીમા તાપે હલાવતા રહેવું ત્યારબાદ શીંગનો ભૂકો અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું અને ગેસ બંધ કરી દેવો.
- 3
સૂરણનું મિશ્રણમાં શીંગોડાનો લોટ ઉમેરીને બરાબર હલાવવું ત્યારબાદ કોથમીર ઉમેરીને ફોકતા વાળી લેવા વચ્ચે કાજુનો ટુકડો મુકવો.
- 4
- 5
લોયામાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપે સૂરણના કોફ્તા તળી લેવા.
- 6
હવે એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં
જીરાનો વઘાર કરવો ત્યારબાદ સૂકાં લાલ મરચાં, અને આદુ - મરચાં નાંખવા. ત્યારબાદ તેમાં ટમેટાંનો પલ્પ ઉમેરવો - 7
હવે તેમાં હળદર અને લાલ મરચું નાખવું ત્યારબાદ દહીં અને મીઠું નાખીને બરાબર હલાવવું. પાંચ મીનીટ સુધી ચડવા દેવું ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને ૧૫ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળવું.
- 8
- 9
- 10
ઉકળી જાય પછી તેમાં ગોળ અને આંબલીનો પલ્પ નાખીને ગેસ બંધ કરી દેવો. જમતા પહેલા દસ મીનીટ અગાઉ સૂરણના કોફ્તા નાખવા અને કોથમીર ભભરાવવી.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ