મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)

આજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક નાના બાઉલમાં સમારેલો ગોળ નાખી તેમાં દહીં મિક્સ કરી 1/2 કલાક માટે પલળવા દેવું. વચ્ચે વચ્ચે મિક્સ કરી લેવું જેથી ગોળ સરસ ઓગળીને ભળી જાય.
- 2
પછી તેમાં તલ, લાલ મરચું પાઉડર, મીઠું, હળદર, ધાણાજીરુ પાઉડર, અથાણાનો રસો અને લસણ-આદું-મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું.
- 3
મેથીની ભાજી ને ચૂંટીને પાન સારી રીતે ધોઇ લેવી. એક તાસકમાં બન્ને લોટને ચાળીને લેવા. તેમાં ધોયેલી મેથીની ભાજી ને ઝીણી સમારી ઉમેરવી. મોણનું તેલ પણ ઉમેરવું. સારી રીતે મસળીને મિક્સ કરી લેવું.
- 4
પછી તેમાં બનાવેલું દહીંનું મિશ્રણ ઉમેરી મિક્સ કરી લોટ બાંધવો. જરુર લાગે તેટલું પાણી ઉમેરી બહુ ઢીલો ના હોય તેવો લોટ બાંધવો. મારે 1/4 કપ જેટલું પાણી લેવું પડ્યું હતું.
- 5
હવે ગેસ ઓન કરી કઢાઇમાં તેલ ગરમ મૂકવું. લોટમાંથી નાના લૂઆ થાય તેટલો લોટ લઇ હથેળીથી થેપી પાતળી ટીક્કી જેવું વડું બનાવવું. થોડાક વડા થેપવા. તેલ પૂરું ગરમ થાય એટલે ફ્લેમ બિલકુલ ધીમી કરી વડા મૂકવા. અને ધીમા તાપે જ ગોલ્ડન બ્રાઉન તળવા. એટલી વારમાં બીજા થોડાક થેપીને રાખવા ને બધા વારાફરથી તળતા જવા.
- 6
બધા આ રીતે તળી લેવા. ગરમાગરમ ચા સાથે નાસ્તામાં બહુ જ સરસ લાગે છે. એક અઠવાડિયા સુધી સારા રહેશે.
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)