ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળી ને ધોઈને સાફ કરી તેને ઝીણી સમારી લો. ત્યાર બાદ બટાકા ને પણ ઝીણા ટુકડા માં સમારી લો. હવે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી રાઈ કકડે એટલે એમા લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ આમાં હિંગ અને સમારેલ લીલી ચોળી અને બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે આમાં તીખું લાલ મરચું પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો. જેથી બધા મસાલા શાક માં બરાબર ભળી જાય. તે પછી આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
હવે કૂકર નું ઢાંકણ ઢાંકી ને મીડિયમ ગેસ ની આંચ પર 3 વ્હિસ્લ વગાડી શાક ને કૂક કરી લો. ને કૂકર ને આપમેળે ઠંડું થવા દો ત્યાર બાદ ઢાંકણ ખોલી ને શાક ને ચેક કરી લો. તો હવે આપણું શાક તૈયાર છે.
- 4
હવે આપણું એકદમ મસાલેદાર ને ચટાકેદાર એવું લીલી ચોળી બટાકા નું શાક તૈયાર છે સર્વ કરવા માટે..ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો...
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (6)