ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામલીલી ચોળી
  2. 1 નંગબટાકો ઝીણું સમારેલું
  3. 1/2 ટી સ્પૂનરઈ
  4. 4 સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  6. ચપટીહિંગ
  7. 1 સ્પૂનલાલ મરચું
  8. 1 સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 સ્પૂનઘણાજીરું
  11. 1/4 સ્પૂનગરમ મસાલો
  12. 1/2 કપપાણી
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોળી ને ધોઈને સાફ કરી તેને ઝીણી સમારી લો. ત્યાર બાદ બટાકા ને પણ ઝીણા ટુકડા માં સમારી લો. હવે એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી રાઈ કકડે એટલે એમા લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યાર બાદ આમાં હિંગ અને સમારેલ લીલી ચોળી અને બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે આમાં તીખું લાલ મરચું પાઉડર, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ આમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા ગેસ પર થવા દો. જેથી બધા મસાલા શાક માં બરાબર ભળી જાય. તે પછી આમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે કૂકર નું ઢાંકણ ઢાંકી ને મીડિયમ ગેસ ની આંચ પર 3 વ્હિસ્લ વગાડી શાક ને કૂક કરી લો. ને કૂકર ને આપમેળે ઠંડું થવા દો ત્યાર બાદ ઢાંકણ ખોલી ને શાક ને ચેક કરી લો. તો હવે આપણું શાક તૈયાર છે.

  4. 4

    હવે આપણું એકદમ મસાલેદાર ને ચટાકેદાર એવું લીલી ચોળી બટાકા નું શાક તૈયાર છે સર્વ કરવા માટે..ઉપરથી લીલી કોથમીર ના પાન ઉમેરી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes