મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)

#WK2
#cookpadindia
#cookpad_guj
મટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેસર પાન માં તેલ ગરમ મૂકી ડુંગળી, લસણ,આદુ ઉમેરી ને સાંતળો. થોડું સંતળાય એટલે ટામેટાં અને કાજુ નાખો અને થોડું સાંતળી, ઢાંકણ ઢાંકી 3 સીટી વગાડી લો. ઠંડુ થાય એટલે મુલાયમ પેસ્ટ બનાવી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તમાલપત્ર અને ઇલાયચી નાખી એક બે સેકન્ડ સાંતળો પછી સૂકા મસાલા નાખી 2 મિનિટ સાંતળો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી તેલ ફૂટે ત્યાં સુધી સાંતળો.
- 3
હવે આશરે 1 કપ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ઉકળવા નું ચાલુ થાય એટલે વટાણા અને પનીર નાખી, સરખું ભેળવી લો.
- 4
ઢાંકણ ઢાંકી,ધીમી આંચ પર 3-5 મિનિટ થવા દો. પછી કસૂરી મેથી અને ગરમ મસાલો નાખી, 1-3 મિનિટ રાખી, આંચ બંધ કરો.
- 5
ગરમ ગરમ પીરસો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)