તીખો ખીચડો

#MS
ધનુૅમાસ ના સમયે ખેડૂતો એ પકાવેલા નવાં ધાન ઘઉં ચોખા તલ ગોળ તૈયાર થાય છે જે પ્રભુને અર્પણ કરી પછી ઘરમાં વપરાય છે. નવા પાકેલા બધા ધાન્યનો ખીચડો બનાવી ડાકોરજીને પ્રસાદ રુપે ધરાવાય છે. બ્રહ્મ ભોજનનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો ભાવ ભક્તિ અને આનંદથી ધનુર્માસ નો મહિમા જાણી સચરા ચર માં જગાવી. આપણી જૂની પરંપરાનું પાલન કરીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છડેલા ઘઉં ને પાંચ થી સાત કલાક પલાળી રાખો. અને તુવેરની દાળ એક કલાક પલાળી રાખો. હવે ઘઉંને અને દાળને અલગ-અલગ કૂકરમાં બાફી લો. ધંઉમા મીઠું નાખીને કુકર માં ૬ થી ૭ સીટી બોલાવો. દાળમાં ચપટી મીઠું નાખીને કુકર ની ૨ સીટી બોલાવો.
- 2
એક મોટી કઢાઈમાં બાફેલા ઘઉં અને દાળ લઈ તેમાં કોપરુ, ખારેક,શીંગદાણા,હળદર, ગરમ મસાલો,આદુ -મરચાની પેસ્ટ, અને પાણી નાખી તેને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો. તેને હલાવતા રહો જેથી નીચે ચોંટી ન જાય.
- 3
હવે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,અજમો,હિંગ,તજ-લવિંગ,મરીનો વઘાર અને લસણ નાખી ખીચડાને ૫ થી ૧૦ મિનિટ સુધી થવા દો. છેલ્લે તેમાં કોથમીર ઉમેરો. તૈયાર થયેલા ખીચડામાં સિંગતેલ નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)