પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા પાલક ને ગરમ પાણી માં બાફી લેવી.. અને પછી તરત ઠંડા પાણી માં નાખવી.. જેથી તેનો કલર લીલો રહે.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં લસણ ને સાંતળવું. અને તેમાં પાલક નાખી ને બરાબર સાંતળવું... પછી તેમાં મીઠું અને મરી નાખવા અને તેને ઠંડુ પડવા મૂકી દેવું.
- 3
હવે મિક્સર માં સાંતળેલી પાલક નાખી તેમાં આદુ, મરચા, મીઠું અને મરી નાખી ને ક્રશ કરી લેવું.
- 4
હવે એક કડાઈમાં 2 ચમચી બટર લઈ તેમાં મેંદો નાખી ને સાંતળવો.. અને પછી તેમાં દૂધ નાખી ને સરખી રીતે હલાવવું...ઘટ્ટ થઈ જાય પછી તેમાં મીઠું અને મરી નાખી દેવા.
- 5
ત્યારબાદ તેમાં પાલક ની પ્યુરી નાખી ને સરખું મિક્સ કરી લેવું. અને તેમાં ઉપર થી 1 ચમચી બટર અને મારી પાઉડર નાખી ને ગરમ ગરમ ક્રિમી પાલક સૂપ સર્વ કરવો....🤗🤗🤗
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15892318




ટિપ્પણીઓ (3)