સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#MS
#cookpadgujarati
#cookpadindia
ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને.
આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે.
ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મીનીટ
4 લોકો માટે
  1. 1/2 કપજુવાર
  2. 1/2 કપઘઉંના ફાડા
  3. 1/4 કપમગ
  4. 1/4 કપલીલી તુવેરના દાણા (સૂકા તુવેરીયા પણ લઈ શકાય)
  5. 1/4 કપલીલા ચોળાના દાણા (કઠોળની ચોળી પણ લઈ શકાય)
  6. 1/4 કપલીલા વટાણા (કઠોળના સૂકા વટાણા પણ લઈ શકાય)
  7. 1/4 કપલીલા ચણા (જીંજરા) (કઠોળના દેશી ચણા પણ લઈ શકાય)
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ધાનને બાફવા માટે ત્રણ ગણું પાણી
  10. ચપટીકુકિંગ સોડા
  11. 2 Tspતેલ
  12. 2 Tspધી
  13. 1 Tspરાઈ
  14. 1 Tspજીરુ
  15. 4લવિંગ
  16. 2તજના ટુંકડા
  17. 1સૂકું લાલ મરચું
  18. 2તમાલપત્ર
  19. લીલો લીમડો
  20. 1 Tbspલીલા મરચાની કટકી
  21. 1/4 કપસમારેલી લીલી ડુંગળી
  22. 2 Tbspસમારેલું લીલું લસણ
  23. 1/4 કપસમારેલું ગાજર
  24. 1/4 કપસમારેલા બટાકા
  25. 1/4 કપલીલા વટાણા અને જીંજરા
  26. 1 Tbspલાલ મરચું પાવડર
  27. 1 Tbspધાણાજીરૂ
  28. 1/2 Tspહળદર
  29. 1 Tspગરમ મસાલા
  30. 1 Tspલીંબુનો રસ
  31. લીલા ધાણા
  32. લીલી ડુંગળીના સમારેલાં પાન

રાંધવાની સૂચનાઓ

60 મીનીટ
  1. 1

    જુવાર અને ઘઉંના ફાડાને બે-ત્રણ પાણીથી ધોઈ ચોખ્ખા પાણીમાં 10 કલાક માટે પલાળી રાખવાના છે. મગને 2-3 કલાક માટે પલાળવાના છે.

  2. 2

    જુવાર, ઘઉંના ફાડા અને મગને પ્રેસરકુકરમાં લઈ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી, ત્રણ ગણું પાણી ઉમેરી 8-9 વિસલ (સીટી) મીડીયમ ફ્લેમ પર વગાડવાની છે.

  3. 3

    લીલા દાણા, વટાણા અને જીંજરા ને પણ પ્રેસરકુકરમાં સ્વાદ અનુસાર મીઠું, થોડું પાણી અને ચપટી કુકિંગ સોડા ઉમેરી 2-3 વિસલ વગાડી બાફી લેવાના છે. જેથી સાતેય ધાન બફાઈને તૈયાર થઈ જશે. હવે આ બધા જ બફેલા ઘાનને એક વાસણમાં મિક્સ કરી ફરીથી 2 વિસલ વગાડવાની છે. જેથી આપણો સાત ધાનનો ખીચડો બફાઈને તૈયાર થઈ જશે.

  4. 4

    એક કડાઈમાં તેલ અને ધી મિક્સ ગરમ કરી તેમાં બધા ગરમ મસાલા, લીલો લીમડો, લીલા મરચા ની કટકી અને સમારેલી ડુંગળી ઉમેરવાના છે.

  5. 5

    સમારેલું લીલું લસણ ઉમેરી બરાબર રીતે સાતળી લેવાનું છે.

  6. 6

    હવે તેમાં સમારેલું ગાજર, બટાકા અને લીલા વટાણા ઉમેરવાના છે.

  7. 7

    લીલા ચણા અને થોડું પાણી ઉમેરી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને ફૂક થવા દેવાનું છે.

  8. 8

    હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણાજીરૂ, હળદર અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લેવાનું છે.

  9. 9

    બાફીને તૈયાર કરેલો સાત ધાનનો ખીચડો ઉમેરવાનો છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી તીખો ખીચડો સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  10. 10

    લીંબુનો રસ, લીલા ધાણા અને લીલી ડુંગળી વડે ગાર્નીશ કરી સર્વ કરી શકાય.

  11. 11

    મેં અહીંયા દહીં અને પાપડ સાથે તીખા ખીચડાને સર્વ કર્યો છે.

  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes