ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા ના પૌવા ને સાફ કરી ધોઈ નાખવા તેમાં ૧/૨ કપ જેટલું પાણી નાખી રાખવું બહુ પાણી નાખવું નહિ પછી ૫ મિનિટ સુધી રહેવા દેવું પછી તેમાં હળદર મીઠું ખાંડ નાખી હળવા હાથે થી હલાવી લો
- 2
પછી એક તપેલી માં પાણી ઉકાળવું તેની પર હલાવેલા પૌવા ચારણી પર મૂકી ઢાંકી ને ૩ મિનીટ સુધી સ્ટીમ કરી લેવા પછી ચમચી થી હલાવી લેવું તો કલર બદલાઈ જશે એટલે ગેસ બંધ કરી દેવો
- 3
પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ જીરું નાંખવું રાઈ થયી આવે પછી તેમાં સમારેલા લીલાં મરચાં ડુંગળી નાખી સાંતળી લેવી પછી તેમાં સ્ટિમ કરેલા પોહા નાખી લીંબુ નો રસ નાખી મિક્સ કરી લેવું ગેસ બંધ કરી દેવો
- 4
હવે સર્વિગ પ્લેટ માં થોડા પૌંવા કાઢી તેમાં જીરાવન મસાલો નાખવો તેમાં ડુંગળી ઝીણી સમારેલી નાખવી બીટ છીની ને નાખવું પછી તેની પર તીખી બૂંદી ને રતલામી સેવ નાખી કોથમીર સમારેલી નાખવી
- 5
હવે તૈયાર છે ગરમા ગરમ ઈન્દોરી પૌવા
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (4)