પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FFC5
અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે

પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)

#FFC5
અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧૨ થી ૧૫ નંગ પાલક ના મોટા પાન
  2. ૧ કપબેસન
  3. ૧/૪ કપચોખા નો લોટ
  4. ૧/૪ ટીસ્પૂનહળદર
  5. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૨ ટીસ્પૂનતલ
  7. /૨ ટીસ્પૂન જીરુ
  8. ૧/૨ ટીસ્પૂનરાઈ
  9. ૧/૪ ટીસ્પૂનહિંગ
  10. ટીસ્પૂન+૧ ટીસ્પૂન તેલ
  11. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  12. ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  13. ૧ ટીસ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  14. ૧ ટીસ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  15. ૨ ટીસ્પૂનગોળ
  16. ૨ ટીસ્પૂનદહીં
  17. ૨ ટીસ્પૂનલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પાલક ના પાન ની ચપ્પુ વડે નસો કાઢી પાણી થી ધોઈ કપડાં પર કોરાં કરી લો

  2. 2

    એક વાસણમાં બેસન, ચોખા નો લોટ, તેલનું મોણ, આદુ મરચાં, લસણની પેસ્ટ, દહીં, ઝીણો સમારેલો ગોળ, બધાં જ કોરા મસાલા ઉમેરી લો, જરુરી પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો, ૫ મિનિટ સુધી રહેવા દો, ફરી થી ખીરું બરાબર મિક્ષ કરી પાલક ના પાન પર ચોપડી લો ૩ થી ૪ પાન લેવાં, એકદમ ટાઈટ રોલ વાળી લો

  3. 3

    એક ઢોકળીયા માં બાફવા માટે મુકો, ૨૫થી ત્રીસ મિનિટ પછી વરાળે પાત્રા સરસ બફાઈ જાય એટલે ૧૦ મિનિટ જેવુ ઠંડા થવા દેવા, ત્યાર બાદ સમારી લો, એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું હીંગ તલ નાખી પાત્રા વઘારી લો ઉપરથી લીલા ધાણા ભભરાવવા, મેં અહીં યા ૧ ટીસ્પૂન ખસખસ પણ નાખી છે, ડીનર મા કે નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes