ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

આપણા દેશમાં ઋતુ પ્રમાણે ફળો અને શાકભાજી ઉગે છે. ઋતુ મુજબ તેમનું સેવન કરવામાં આવે છે.
ઋતુ મુજબ અલગ અલગ વાનગીઓ કે પીણાં પણ બનાવવામાં આવે છે.
મહાશિવરાત્રિ કે હોળી પર ઠંડાઈ નું મહત્વ છે. આમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુઓના સ્વાસ્થ માટે ફાયદા છે.
બરાબર પલાળી અને લસોટીને ઠંડાઈ બનાવવામાં આવે છે.
અને તેને થોડા કલાકો પલાળીને રાખવામાં આવે છે જેથી મસાલા બરાબર ભળી શકે.
નાગરવેલના પાન થી આ ઠંડાઈમાં એક અલગ જ સ્વાદ આવે છે.
ઠંડાઈ બરાબર પલાળવામાં આવે તો જ તેની મજા માણી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
લીલા મસાલાની બધી જ સામગ્રી દૂધમાં આખી રાત પલાળો.
- 2
દૂધને ૩ ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. તેમાં કન્ડેન્સ મિલ્ક નાખી સતત હલાવો.બરાબર મીક્સ કરો.
- 3
પલાળેલો લીલા મસાલાની એકદમ સ્મુધ પેસ્ટ કરો. આ પેસ્ટ દૂધમાં નાખો. ૩-૪ મિનિટ ઉકાળી ગેસ બંધ કરો.
- 4
પેસ્ટ નાખ્યા બાદ દૂધ વધારે ન ઉકાળશો નહિ તો સુકામેવાનું તેલ છૂટશે.સુકો મસાલો નાખો.બરાબર ઠંડુ પડે એટલે ફ્રિજ માં ૨-૩ કલાક મુકો.
- 5
નાગરવેલના પાન, ગુલાબની પાખડી અને રોઝ સીરપ નાખો. ફરી ૫-૬ કલાક ફ્રીજ માં રાખો.
- 6
ઠંડાઈ એકદમ ઠંડી હશે અને મસાલા બધાજ પલળ્યા હશે તો જ સ્વાદની મજા આવશે.
- 7
- 8
- 9
ઠંડી ઠંડી ઠંડાઇની મજા લો
નોંધ - ક્ન્ડેસડ મિલ્ડની જગ્યાએ સ્વાદ મુજબ ખડી સાકર વાપરી શકાય. ખડી સાકર નાખો તો દૂધને વધુ સમય ઉકાળવું જેથી ધટ્ટ થાય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)