ઈડલી બોલ્સ (Idli Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 કપ પાણી ને કડાઈ માં ઉકડવા મૂકો પાણી બોઇલ થાય એટલે તેમાં 1 ચમચી તેલ મીઠું અને સોડા નાખી તેમાં ચોખાનો અને અડદ નો લોટ થોડો થોડો નાખી હલાવતા જવું
- 2
લોટ પાણી માં બરાબર મિક્સ થઈ જઈ અટકે 5 મિનિટ ઢાંકી ને ચડવા દેવું
- 3
હવે ગેસ બંધ કરી લોટ ને થાળી માં કાઢી લેવો. હાથ માં થોડું તેલ લગાડી લોટ ને મસળી ને સ્મૂધ કરવો ત્યારબાદ તેના ગોળા વાળી સ્ટીમર માં 5 મિનિટ માટે બાફી લેવા
- 4
ત્યાર બાદ કડાઈ માં થોડું તેલ ગરમ કરી રાઈ લીમડો લીલાં મરચાં તલ નાખી તેમાં ઇડલી બોલ નાખી મિક્સ કરવું લાલ મરચું કોથમીર નાખી ગરનીશીંગ કરવું
તૈયાર છે ઇન્સ્ટન્ટ ટેસ્ટી ઈડલી બોલ્સ નારિયેળ ચટણી અથવા કોથમીર ની ચટણી સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16043601








ટિપ્પણીઓ (10)