ખજૂર ડ્રાય ફ્રુટ રોલ

#RB8
આ રોલ મારા દીકરા જશ ને ખૂબ જ પસંદ છે એટલા માટે મેં આ વાનગી તેના માટે બનાવી છે આ વાનગી મે મારી ફ્રેન્ડ સપના પાસેથી શીખી છે તો આ તકે હું તેનો પણ ખૂબ જ આભાર માનું છું THANK YOU SAPNA!

રાંધવાની સૂચનાઓ
- 1
બધા ડ્રાય ફુટ ને ઝીણા ઝીણા સમારી એક ચમચી ઘી ઉમેરી ગેસ પર સાંતળી લેવા તેમાં 1 ચમચી મધ ઊમેરી હલાવવું.
- 2
ખજૂરના ઠળિયા કાઢી બે ચમચી ઘી ઉમેરી તેની અંદર ખજૂર ને મેસ કરવો અને ખજૂર ઠંડો પડે પછી તેને પ્લાસ્ટિક પર પાથરી દેવું અને હાથેથી ને એક લાંબો રોટલો બનાવો હવે તેની અંદર ડ્રાયફ્રુટ પાથરી દેવા અને ધીમે ધીમે તેને હાથેથી ગોળ રોલ વાળો. પ્લાસ્ટિક પર પહેલેથી ખમણ છાંટી દેવું પછી ખજૂર પાથરવો જેથી ખજૂર નો રોલ વળતો જાય તેમ તેમ તેની પર સાથે-સાથે ખમણ પણ ચોટતું જાય
- 3
હવે તેને બે કલાક સુધી ફ્રિજમાં સેટ કરવા મૂકો.ફ્રીજમાં બરાબર સેટ થઈ જાય પછી તેને બહાર કાઢી ચાકુ વડે તેના રોલ કરવા તૈયાર છે આપણા ખજૂર રોલ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)