આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે વાટકા ઘઉંનો લોટ લેવો એક વાટકી ચણાનો લોટ લેવો તેમાં હળદર અને મીઠું નાખીને લોટ બાંધી લેવું લોટ બંધાઈ છે પછી તેલ નાખીને મસળી લેવો અને પછી પાંચ મિનિટ સુધી રાખો ઢાંકીને અને 500 બટેકા લેવા કૂકરમાં પાણી નાખી અને બાફવા મૂકી દેવાબે સીટી થવા દેવી સીટી થઈ જાય એટલે કુકર ઉતારી લેવું અને બટાકા માંથી પાણી કાઢી લેવું બટેકા થોડી વાર માટે ઠરવા દેવા ઠરીજાય એટલે છાલ ઉતારી લેવી અને બટેટાનો છૂંદો કરી નાખો
- 2
છૂંદો થઈ જાય એટલે મરચું અને કોથમીર ક્રશ કરેલી નાખી મીઠું સ્વાદ પ્રમાણે હળદર એક ચમચી ધાણાજીરું પાઉડર લીંબુ એક અડધુ નાખો અને પછી મિક્સ કરી લેવું બટેકાનો માવો મિક્સ થઈ જાય એટલે બે નાની નાની રોટલી બની એક રોટલી માં બટાકાનો માવો ભરવો અને બીજી રોટલી તે લગાવી દેવી બે રોટલી ભેગી કરીને પછી વણી લેવી અને ધીમા ગેસ તવી મૂકવી તવી થઈ જાય એટલે પરોઠું નાખી દેવું મને બે બાજુ તેલ લગાવીને શેકવું શેકાઈ જાય એટલે ઉતારી લેવું એટલે આલુ પરોઠા તૈયાર
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ