ચીઝ ઓનિયન પરોઠા (Cheese Onion Paratha Recipe In Gujarati)

#MBR1
#cookpadindia
#cookpadgujarati
પરોઠાની રેસિપીઓમાં આ એક અદ્ભુત કોમ્બો છે અને મને તે ખૂબ જ ગમે છે..હું કહીશ કે ખૂબ જ સ્વાદિષ્ટ અને ભરપૂર. માત્ર એક પરોઠુ તમને સંતુષ્ટ કરી દે છે. તમારા બાળકોના લંચ બોક્સમાં પણ મૂકવા માટે આ એક સરસ વાનગી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ચપટી હળદર સ્વાદ મુજબ મીઠું તેલનું મોણ અને બે ચમચી કોથમીર ઉમેરી પરોઠાનો લોટ તૈયાર કરી 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો ત્યારબાદ ઠંડી પડવા દો. પછી તેમાં બંને ચીઝ ચાટ મસાલો ઓરેગાનો કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
તૈયાર કણક માંથી મોટું પરોઠું વણી તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી ફરીથી પેક કરી મનપસંદ આકારમાં પરોઠાં વણી લો અને તવા પર બંને બાજુથી બદામી રંગનું શેકી લો.
- 4
તો તૈયાર છે એકદમ ગરમાગરમ ચીઝ ઓનિયન પરોઠા જેને આપ સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes
- હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
- સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
- ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
- મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
- સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)

ટિપ્પણીઓ (4)