વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ધોઈને પલાળી દો.પછી બધા શાક સમારી લો.હવે કુકરમાં તેલ અને ઘી બંને ગરમ કરો.તેમાં જીરું ઉમેરો. પછી તેમાં ડુંગળી,કેપ્સીકમ અને લીલાં મરચાં ઉમેરી સાંતળો. ત્યારબાદ બીજાં શાક પણ ઉમેરી દો.બધાં શાક મીક્ષ કરી 2 મિનિટ સાંતળી લો.
- 2
હવે જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી મીક્ષ કરી લો.હવે ચોખા ઉમેરી કિચન કીંગ મસાલો અને ગરમ મસાલો ઉમેરી 2 મિનિટ હળવા હાથથી સાંતળી લો.
- 3
હવે કસુરી મેથી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી લો.થોડું જ પાણી રહે પછી કુકરનું ઢાંકણ બંધ કરી 3 સિટી વગાડી 2 મિનિટ ગેસ સ્લો કરી પછી બંધ કરી દેવું.10 મિનિટ બાદ કુકર ખોલી પુલાવ સર્વ કરી લો.
- 4
તો તૈયાર છે વેજ પુલાવ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16708082







ટિપ્પણીઓ