પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)

દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે
#SN2
#vasantmasala
#aaynacookeryclub
#cookpadindia
#cookpadgujrati

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બંને દાળના મિક્સ કરી ધોઈને તેને 15 થી 20 મિનિટ માટે પલાળી રાખો પછી કુકરમાં પલાળેલી દાળ ખડા મસાલા હળદર મીઠું અને ઘી નાખી બાફી લો
- 2
કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો પછી તેમાં જીરુ અને હિંગ ઉમેરી સૂકા ધાણા નાખી મિક્સ કરો પછી સમારેલી ડુંગળી ઉમેરો ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળીને તેમાં આદુ લસણની પેસ્ટ નાખો
- 3
પછી તેમાં સમારેલા ટામેટા લાલ મરચું વસંતનો ગરમ મસાલો નાખીને ટામેટું સોફ્ટ થવા દો પછી તેમાં બાફેલી દાળ નાખીને જરૂર લાગે તો પાણી અને મીઠું નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ મિનિટ માટે ઉકાળો
- 4
ડબલ તડકા માટે ઘી ગરમ કરી એમાં જીરું તતડાવો ગેસ બંધ કરી તેમાં સૂકા લાલ મરચા અને લાલ મરચું નાખી તરત જ આ વઘારને દાળની ઉપર રેડી લો
- 5
સર્વ કરવા માટે તૈયાર છે પંજાબી ડબલ તડકા દાલ કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)