લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)

મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે
#BW
#cookpadindia
#cookpadgujrati
લસુની મેથીની ભાજી નું શાક (Lasuni Methi Bhaji Shak Recipe In Gujarati)
મેથીની ભાજીનું આ શાક બનાવવામાં બહુ સરળ છે અને ટેસ્ટમાં એટલું જ સરસ બને છે
#BW
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી ને ધોઈને નિતારી લો. ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારી લો લસણ આદુ અને મરચા ને ક્રશ કરી લો (ઝીણા સમારી શકાય)
- 2
શેકેલા શીંગદાણા અને તલને મિક્સર જારમાં પીસી લો પછી તેમાં ચણાનો લોટ અને થોડું પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો
- 3
હવે કડાઈમાં 1 ચમચીતેલ લઈને મેથીની ભાજી ને મીઠું નાખીને બે થી ત્રણ મિનિટ માટે સાંતળી લો પછી તેને એક પ્લેટમાં લઈ લો
- 4
હવે એ જ કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરીને જીરું અને હિંગ ઉમેરો પછી તેમાં ડુંગળી અને આદુ લસણ અને મરચાં એડ કરી સાંતળો પછી તેમાં સમારેલા ટામેટા નાખીને ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો (જરૂર લાગે તો જ મીઠું એડ કરવું)
- 5
પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ અને બધા મસાલા એડ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો પછી તેમાં મેથીની ભાજી નાખીને મિક્સ કરીને ગેસ બંધ કરી લો
- 6
સર્વ કરવા માટેતૈયાર છે લસુની મેથી ની ભાજી નું શાક
Similar Recipes
More Recipes
- વેજ બિરયાની ઇન કુકર (Veg Biryani In Cooker Recipe In Gujarati)
- રાગી ઘઉં અને મેથી ના થેપલા (Raagi Wheat Methi Thepla Recipe In Gujarati)
- મૂળા ભાજી નું સલાડ (Radish Leaves Salad Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
- બટર પનીર ગ્રીન વેજિટેબલ પરાઠા (Butter Paneer Green Vegetable Paratha Recipe In Gujarati)
















ટિપ્પણીઓ (10)