રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ચણાનો લોટ,છાશ,મીઠું,હળદર,મરચા વાટેલા નાંખી મિક્ષ કરવા અને તેમાં કણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
- 2
કુકર માં 1 ગ્લાસ પાણી નાખવું,તેમાં ચણા ના લોટની તપેલી મૂકી દેવી,તપેલી ઉપર ઢાંકણ ઢાંકી દેવું પછી કુકર બંધ કરી દેવું અને 4 સીટી ફાસ્ટ ગેસપર વગાડવી અને 1 સીટી ધીમા ગેસ પર વગાડવી.
- 3
10 મિનિટ પછી કુકરનું ઢાંકણ ખોલી,તપેલી બહાર કાઢી લેવી અને ચમચા થી હલાવી લેવું
- 4
થાળી ઉપર ખાંડવી તવેથા થી પાથરી દેવી અને 5 મિનિટ પછી કાપા મૂકી રોલ વાળી દેવા.
- 5
વઘાર માટે 1 ચમચો તેલ લેવું તેમાં રાઈ,હિંગ,લીમડો,તલ મૂકી વઘાર કરવો.
આમ ઓછી મેહનત અને ઓછા સમય માં ખાંડવી તૈયાર થઇ જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10109040




ટિપ્પણીઓ