પીત્ઝા ડોસા

Rachana Sheth Popat
Rachana Sheth Popat @cook_18025611

#HM
તમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આજે અમે પત્ઝામાં એક્સપેરિમેન્ટ કરીને તમારા માટે ઢોંસા પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ડિશ તમારા બાળકને જરૂર પસંદ આવશે. આવો જાણીએ આ રેસિપી વિશે.

પીત્ઝા ડોસા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#HM
તમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આજે અમે પત્ઝામાં એક્સપેરિમેન્ટ કરીને તમારા માટે ઢોંસા પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ડિશ તમારા બાળકને જરૂર પસંદ આવશે. આવો જાણીએ આ રેસિપી વિશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

રસોઈનો સમય: 15 મિનિટ
| સેવા આપે છે: 1 સર્વિંગ
  1. 1 કપડોસાનુ બેટર
  2. 1 ટુકડોછીણેલુ ચીઝ
  3. 1ડુંગળી બારીક સમારેલી
  4. 1ટામેટુ બારીક સમારેલુ
  5. 2ગ્રીન શિમલા મરચા લાંબા કાપેલા
  6. 2 મોટી ચમચીસ્વીટ કોર્ન બાફેલા
  7. 2 મોટી ચમચીગાજર ઝીણુ સમારેલુ
  8. 2 નાની ચમચીચિલી સોસ
  9. 2 નાની ચમચીટોમેટો સોસ
  10. અડધી નાની ચમચી કાળા મરચાનો પાવડર
  11. 3 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

રસોઈનો સમય: 15 મિનિટ
  1. 1

    પિજ્જા ડોસા બનાવવા માટે સૌ પહેલા બધી શકાભાજી સારી રીતે ધોઈ લો અને ઝીણી સમારી લો.

  2. 2

    ધીમા તાપ પર તવા પર થોડુ તેલ ગરમ કરી લો.

  3. 3

    તેલ ગરમ થતા જ ડોસા બેટર નાખીને ફેલાવો. ધ્યાન રાખો કે બેસ વધુ પાતળો ન હોય

  4. 4

    હવે ડોસા ઉપર ટોમેટો સૉસ અને ચિલી સૉસ નાખીને લગાવો

  5. 5

    સૉસ પછી સમારેલી શાકભાજી નાખીને ફેલાવી લો અને મીઠુ તેમજ કાળા મરીનો પાવડર છાંટી દો.

  6. 6

    ઉપરથી છીણેલુ ચીઝ નાખો

  7. 7

    હવે તવાને કોઈ ઢાંકણથી ઢાંકી દો.

  8. 8

    હળવા તાપ પર જ પકવો જ્યા સુધી ચીઝ ઓગળી ન જાય. આ માટે 3 થી 4 મિનિટનો સમય લાગી શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Sheth Popat
Rachana Sheth Popat @cook_18025611
પર

ટિપ્પણીઓ

Similar Recipes