શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ

પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે.
શેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ
પિઝ્ઝા ને હેલ્થી બનાવવા મેં વિટ(ઘઉં) ના રોટલા નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દહીં લઇ તેમા ડુંગળી અને કેપ્સિકમ ના ચોરસ ટુકડા અને પનીર ના ક્યુબ્સ સમારી ઉમેરવા પછી તેમાં આદુ લસણની પેસ્ટ,હળદર, લાલમરચું, મીઠું, ધાણાજીરુ, ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી ક્રશ કરીને,ચાટ મસાલો, લીંબુ નો રસ અને તેલ નાખી બધું હલાવી બરાબર મિક્સ કરી 30 મિનિટ માટે મેરિનેટ થવા સાઈડ પર મુકો. પછી ગરમ તવા પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બધી બાજુ થી શેકી લો.
- 2
હવે એક વિટ પિઝા રોટલો લઈ તેના પર સેઝવાન સોસ લગાડી ઉપર ચીઝ છીણી મેટીનેટ કરી શેકેલા કેપ્સીકમ,ડુંગળી અને પનીર ના ક્યુબ્સ મુકી ફરી ઉપર ચીઝ છીળવું.
- 3
હવે નોનસ્ટિક તવા પર બટર લગાવી તેના પર રેડી કરેલ પિઝા મુકી ઢાંકીને 5 મિનિટ ધીમા તાપે થવા દેવુ. ચીઝ મેલ્ટ થઈ જાય પછી નાના ટુકડા કટ કરી સર્વ કરવુ. તો તૈયાર છે સેઝવાન પનીર ટિક્કા પિઝ્ઝા ચીઝી બાઇટ્સ.....
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ