દમ આલુ અને નાન

દમ આલુ અને નાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને માઈક્રોવેવમાં પાંચ મિનિટ માટે બાફી દો
- 2
ડુંગળીને ચિપ્સ જેમ સમારી લો.
- 3
હવે એક માઈક્રો પ્રૂફ બાઉલ લઇ તેમાં તેલ ડુંગળી ટમેટા ના ઝીણા કટકા, લસણ,આદુનો ટુકડો, મગજતરી ના બી,નાખી દસ મિનિટ માટે માઇક્રો વેવ કરો
- 4
હવે બટેટાની છાલ ઉતારી તેને ગરમ તેલમાં ધીમા તાપે તળી લો
- 5
હવે સાંતળેલા ટમેટા અને ડુંગળીને મિક્સરમાં પીસી લો
- 6
હવે માઈક્રો પ્રૂફ બાઉલ માં ૨ મોટા ચમચા તેલ લઈ તૈયાર કરેલી ગ્રેવી, લાલ મરચું પાઉડર, કિચન કિંગ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર ૧૦ મિનિટ માઇક્રોવેવ કરો
- 7
હવે ગ્રેવીમાં કાશ્મીરી લાલ મરચું અને થોડી કસૂરી મેથી અને તળેલા બટેટા ઉમેરી ફરી દસ મિનિટ માઇક્રોવેવ કરો
- 8
તૈયાર છે તમારું પંજાબી દમ આલુ
- 9
હવે લાલ માટેની બધી સામગ્રી મિક્સ કરી થોડા હુંફાળા પાણીથી લોટ બાંધી તેને છથી સાત કલાક એક બાજુ રહેવા દો.
- 10
પછી તેલ લઇ કુણબી અને નાં વણી તવા પર શેકી લો
- 11
હવે આ હાથ નાંખીને ગરમા ગરમ દમ આલુ અને નાની નાની ડુંગળી સાથે પીરસો.
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ