દૂધી ચણાની દાળ નું શાક - ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ધોઈ રાતે પલાળી રાખો કુકરમાં તેલમાં રાય જીરૂ મેથી લાલ સૂકું મરચું લીમડાના પાન હિંગ નો વઘાર કરી ને તેમાં ધોઈને સુધારીને ટમેટાના કટકા નાખી હલાવી લઈ હળદર લાલ મરચાં નો પાવડર ધાણા જીરૂ મીઠું ગોળ નાખી બધું સરખું હલાવી લેવું થોડી વાર પછી તેમાં પલાળી રાખેલ ચણા ની દાળ નાખીને હલાવી લો થોડી વાર પછી સુધારીને દૂધી નાખીને સારી રીતે મિક્સ કરીને તેમાં થોડું પાણી નાખીને ત્રણ સીટી થાય એટલે ઉતારી લો અને લીંબુનો રસ નાખી હલાવી લેવું તૈયાર છે શાક તૈયાર છે
- 2
ચોખા ધોઈને બે ત્રણ કલાક સુધી પલાળી રાખો તેમા બે ચપટી મીઠું અર્ધી ચમચી ઘી ચાર પાંચ ટીપાં લીંબુનો રસ નાખી બાફી લો ભાત તૈયાર છે
- 3
શાક ઉપર કોથમીર છાંટી સર્વ કરો દૂધી ચણાની દાળ નું શાક અને ભાત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12065186










ટિપ્પણીઓ (2)