ઓરીયો બિસ્કીટ કેક

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
શેર કરો

ઘટકો

  1. પ નાના અથવા ૨ મોટા પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧.૫ ટીસ્પૂન બેકિંગ પાઉડર
  3. 1 કપદળેલી ખાંડ
  4. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ oreo બિસ્કીટ ના ટુકડા કરી મિક્સરમાં પીસી લો. એકદમ પાવડર થઈ જાય એટલે એક બાઉલમાં કાઢી લો

  2. 2

    ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર તથા દળેલી ખાંડ ઉમેરો અને મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરો અને મિક્સ કરતા જાવ અને એક સમૂથ બેટર તૈયાર કરો. બેટા સેમી થીક કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ત્યારબાદ કેક ના મોલ્ડ પર ઘી અથવા બટર લગાડી મેંદા થી ડસ્ટ કરો. તે બેટર ને આ મોલ્ડમાં કાઢી લો.

  4. 4

    હવે ગેસ પર કઢાઇ મૂકી તેમાં મીઠું નાખો. તેના પર કાંઠો મુકો ને આ મોલ્ડ ને તેના પર મૂકી ને થાળી થી ઢાંકી દો.

  5. 5

    ૩૦ મિનીટ સુધી મેડિયમ ગેસ પર કુક થવા દો. ત્યારબાદ કેક ને છરી અથવા તુથપીક વડે ચેક કરી લેવી. કેક થઈ ગઈ હોય તો થોડી ઠંડી થવા દો. ત્યારબાદ તેને અન્મોલ્ડ કરવી. તેના પર ખમણેલી ચોકલેટ અથવા જેમ્સ અથવા ડ્રયફ્રૂટ થી ગાર્નિશ કરી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર

ટિપ્પણીઓ

Similar Recipes