કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો

ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ કરી તેમાં ગલકા ઘોઈને સુધારી લો લોયામા તેલ મૂકી તેલમાં જીરૂ હિંગ નાખી લસણની ચટણી નાખી હલાવી લેવું જેથી લસણની ચટણી તેલમાં ભળી જાય એટલે તરત સુધારીને રાખેલ ગલકા નાખીને હલાવી લેવું હળદર મીઠું નાખી હલાવી લો
- 2
લોયામા થાળી ઢાંકી તેની ઉપર પાણી રાખી ધીમા તાપે વરાળથી શાક બફાવા દેવું શાક માં પાણી છૂટશે એટલે પાણી નાખવું નહીં શાક ચડી જાય પછી અર્ધી ચમચી જીરૂ હથેળી માં મસળી શાક ઉપર છાંટી દેવું તૈયાર છે ગલકા નું શાક
- 3
હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે સૌ પ્રથમ થાળી માં બાજરા નો લોટ લેવો તેમાં એક ચમચી ઘી પા કપ દૂધ નાખી લોટ માં ભેળવી લો થોડુંક પાણી નાખીને કઠણ લોટ બાંધો
- 4
વચ્ચે ખાડો કરી બે ચમચી જેટલું પાણી નાખીને મસળતા રહેવું પાંચ છ વખત આ રીતે પાણી નાખીને મસળી લીધા પછી પાણી વાળો હાથ કરી રોટલો હાથેથી ઘડવો પછી કિનારી ફાટતી લાગે તો પાણી વાળો હાથ ફેરવી લેવો કિનારી સરખી કરતી જવી
- 5
આ રીતે રોટલો ઘડાઈ જાય એટલે અગાઉ થી તપાવી રાખેલ તાવડી માં રોટલો નાખીને થોડી જ વાર માં ઉથલાવી ને બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને રોટલા ઉપર સહેજ પાણી વાળો હાથ ફેરવી લેવો થોડી વાર પછી રોટલો ફૂલી જાય છે ત્યારે ઉતારી લો
- 6
ચપ્પુ ની ધાર વડે ફૂલેલા રોટલા નું ઉપલું પડ (કોપડી) જુદું કરી રોટલા ઉપર ઘી ચોપડી ઉપલું પડ (કોપડી) પાછું મૂકી ઉપર ઘી ચોપડી લેવું તૈયાર છે બાજરા નો પોચો-ફરસો અને ક્રિસ્પી રોટલો
- 7
તૈયાર છે કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક અને બાજરા નો રોટલો સાથે સાથે ઘી- ગોળ કાચા લીલાં મરચાં અને છાશ તો હોય જ
- 8
હજી પણ ઘણી બધી દિકરીઓ પાટલા પર થાબડીને રોટલા બનાવે છે ઉપર મુજબ હાથેથી ઘડવાનો પ્રયત્ન કરવો
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ