કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો

ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે
કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક - બાજરા નો રોટલો
ઘી દૂધ ના મોણ થી હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ કરી તેમાં ગલકા ઘોઈને સુધારી લો લોયામા તેલ મૂકી તેલમાં જીરૂ હિંગ નાખી લસણની ચટણી નાખી હલાવી લેવું જેથી લસણની ચટણી તેલમાં ભળી જાય એટલે તરત સુધારીને રાખેલ ગલકા નાખીને હલાવી લેવું હળદર મીઠું નાખી હલાવી લો
- 2
લોયામા થાળી ઢાંકી તેની ઉપર પાણી રાખી ધીમા તાપે વરાળથી શાક બફાવા દેવું શાક માં પાણી છૂટશે એટલે પાણી નાખવું નહીં શાક ચડી જાય પછી અર્ધી ચમચી જીરૂ હથેળી માં મસળી શાક ઉપર છાંટી દેવું તૈયાર છે ગલકા નું શાક
- 3
હાથેથી ઘડેલો રોટલો વધુ મિઠાશ વાળો ફરસો અને ક્રિસ્પી થાય છે સૌ પ્રથમ થાળી માં બાજરા નો લોટ લેવો તેમાં એક ચમચી ઘી પા કપ દૂધ નાખી લોટ માં ભેળવી લો થોડુંક પાણી નાખીને કઠણ લોટ બાંધો
- 4
વચ્ચે ખાડો કરી બે ચમચી જેટલું પાણી નાખીને મસળતા રહેવું પાંચ છ વખત આ રીતે પાણી નાખીને મસળી લીધા પછી પાણી વાળો હાથ કરી રોટલો હાથેથી ઘડવો પછી કિનારી ફાટતી લાગે તો પાણી વાળો હાથ ફેરવી લેવો કિનારી સરખી કરતી જવી
- 5
આ રીતે રોટલો ઘડાઈ જાય એટલે અગાઉ થી તપાવી રાખેલ તાવડી માં રોટલો નાખીને થોડી જ વાર માં ઉથલાવી ને બીજી બાજુ સરખી રીતે ચડવા દ ઈ ને ઉથલાવી ને રોટલા ઉપર સહેજ પાણી વાળો હાથ ફેરવી લેવો થોડી વાર પછી રોટલો ફૂલી જાય છે ત્યારે ઉતારી લો
- 6
ચપ્પુ ની ધાર વડે ફૂલેલા રોટલા નું ઉપલું પડ (કોપડી) જુદું કરી રોટલા ઉપર ઘી ચોપડી ઉપલું પડ (કોપડી) પાછું મૂકી ઉપર ઘી ચોપડી લેવું તૈયાર છે બાજરા નો પોચો-ફરસો અને ક્રિસ્પી રોટલો
- 7
તૈયાર છે કાઠિયાવાડી દેશી ખાણું ગલકા નું શાક અને બાજરા નો રોટલો સાથે સાથે ઘી- ગોળ કાચા લીલાં મરચાં અને છાશ તો હોય જ
- 8
હજી પણ ઘણી બધી દિકરીઓ પાટલા પર થાબડીને રોટલા બનાવે છે ઉપર મુજબ હાથેથી ઘડવાનો પ્રયત્ન કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
-
બાજરા નો મસાલા રોટલો
#કાંદાલસણ આરોગ્યપ્રદ બાજરો બધા ધાન્યો માં સૌથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ Minaxi Agravat -
-
-
-
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave -
સ્વાદિષ્ટ કાઠિયાવાડી થાળી ૨ીંગણ નો ઓળો બાજરા નો રોટલો
#વેસ્ટસૌરાષ્ટ્ર ના કાઠિયાવાડ નું ખાનું ઓળો ને બાજરા નો રોટલો એટલે કાઠિયાવાડ ની કસ્તૂરી જે એક વાર જરૂર ટ્રાય કરજો Prafulla Ramoliya -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
બાજરી નો રોટલો
#ML સૌરાષ્ટ્ર માં બધી સિઝનમાં બાજરી નો રોટલો ખવાય. બાજરી નો રોટલો દહીં, કઢી અને રસા વાળા શાક સાથે વડીલો ને બહુ ભાવે. રોટલો પાચન માં પણ સારો. ડાયેટ પ્લાન વાળા અચૂક રોટલો તેના ડાયેટીંગ પ્લાન માં રાખે. Bhavnaben Adhiya -
-
-
રોટલો અને દૂધ
#ડિનરકોઈક વાર સાવ સાદું જમવા નું મન થાય તો રોટલો અને દૂધ જમવાની બહુ જ મજા આવે. આ આપણું અસલી દેશી ખાણું છે. હેલ્ધી પણ ખરું . એ ને ઠંડા રોટલા સાથે થીનું ઘી હોય લીલુ મરચું હોય તો મોજ પડી જાય જમવાની.. Sonal Karia -
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#Disha વધારેલો રોટલો જે તમે સવારે નાસ્તામાં પણ ખાઈ સકો અને ડીનર પણ ખુબજ સરસ લાગે છે'#sunday special brackfast Jigna Patel -
બાજરા નો લસણ વાળો રોટલો (Bajra Lasan Valo Rotlo Recipe In Gujarati
#GA4#Week24# bajaro Jayshree Chauhan -
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
-
-
બાજરા નાં મસાલા ઢેબરા મૂળા ની કઢી
#CWT#MBR1Week1 ગુલાબી ઠંડી ચાલુ થઇ ગ ઈ છે તો મે આજ બનાવી રેસીપી શેર કરૂં છું HEMA OZA -
મસાલા વાળો બાજરા નો રોટલો (Masala Bajra Rotlo Recipe In Gujarati
અડદની દાળ અને બાજરા નો રોટલો જેપરફેક્ટ કોમ્બી નેશન છે. સ્વાદ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.#GA4#Week24 Brinda Padia -
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
બાજરી નો રોટલો
#માસ્ટરક્લાસગુજરાતી ઘર માં બાજરી નો રોટલો ત્રણે ભાણા માં હોઈ છે.એમાં પણ શિયાળા માં બાજરી નો રોટલો ખાવાનું વધારે સ્વાદિષ્ટ લાગે છે. Parul Bhimani -
-
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો. Deepika Parmar -
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી નો રોટલો (Ringan oro & bajari Rotla Recipe In Gujarati)
#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ5આ વાનગી સૌરાષ્ટ્ર ના લોકો તેના સાંજ ના ભોજન મા લે છે. જે ખુબજ સ્પાઈસી અને સ્વાદિષ્ટ લાગે છે અને સાથે બાજરી નો રોટલો, ગોળ, ડુંગળી, લીલી ચટણી, પાપડ અને છાસ મળી જાય તો ખાવા ની ખુબ જ મજા આવે છે. Krishna Hiral Bodar -
મેક્સિકન રોટલો
#cookingcompany#ફ્યુઝનવીક આ રેસીપી એવી છે કે નાના મોટા સૌ ને ભાવે ઘણા બાજરા નો રોટલો નો ખાઈ પણ આ ગુજરાતી અને મેક્સિકન બંને મિક્સ કરી બનાવી છે. Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ