ટુટી ફ્રૂટી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#લોકઙાઉન. આ ખુબજ ટેસ્ટી અને ઉપયોગી ટુટી ફૃટી મે તરબૂચ ના છાલ જે આપડે ફેંકી દઈએ છીએ એમાંથી બનાવી છે. વેસ્ટ માંથી બેસ્ટ એમ કહો તો ચાલે.

ટુટી ફ્રૂટી

#લોકઙાઉન. આ ખુબજ ટેસ્ટી અને ઉપયોગી ટુટી ફૃટી મે તરબૂચ ના છાલ જે આપડે ફેંકી દઈએ છીએ એમાંથી બનાવી છે. વેસ્ટ માંથી બેસ્ટ એમ કહો તો ચાલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5-6તરબૂચ ની છાલ
  2. 1વાડકી ખાંડ
  3. 3ટીપાં વેનીલા એસેન્સ
  4. 3કલર ના ફૂડ કલર ચપટી
  5. પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તરબૂચ ની છાલ માંથી ગ્રીન પાર્ટ કાઢી લ્યો. લાલ ભાગ પણ ના રેવો જોઈએ. ખાલી સફેદ ભાગ જ લેવાનો. એની નાની નાની ટુકડી કરી લ્યો.

  2. 2

    હવે એક તપેલીમાં પાણી ઉમેરી ગેસ પર મૂકો. પાણીમાં એક ઉભરો આવે એટલે કાપેલી ટુકડી એમાં નાખી દો પછી ટુકડી થોડી પારદર્શક દેખાય ત્યાં સુધી થવા દો. લગભગ ૭ કે ૮ મિનિટ થાય છે. હવે ગેસ પરથી ઉતારી ટુકડી ને નિતારી ઠંડી પડવા દો.

  3. 3

    હવે એક તપેલી માં ખાંડ અને ૧ ૧/૨(દોઢ ગ્લાસ) પાણી લઈ ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળે અને ઉભરો જેવો આવશે એટલે એમાં ઠંડી પડેલી ટુકડી ઉમેરી દો.લગભગ ૧૦ થી ૧૨ મિનિટ સુધી થવા દેવું. પછી ગેસ બંધ કરી દો. હવે આ ટુકડી ના ચાસણી સાથે ૩ ભાગ કરી દો.

  4. 4

    હવે બધ્ધા ભાગ માં એક એક ટીપા વેનીલા એસેન્સ ના નાખી દો. પછી એક માં લીલો ફૂડ કલર, બીજા માં ઓરેન્જ કલર, અને ત્રીજા માં પીળો ફૂડ કલર ચપટી ચપટી ઉમેરી બરાબર મિક્સ કરી.૧ કલાક એમજ રહેવા દો. પછી એક થાળી માં ટિસ્યુ પેપર પાથરી દો. અને બધી ટુકડી ને કાના વાળા ચમચા થી નિતારી ને ટિસ્યુ પેપર પર કાઢી. તડકે સૂકવી દો. સુકાય જાય એટલે લય ને કોઈ પણ બરણી માં ભરી ને તમે એને રાખી સકો છો. જ્યારે જરૂર હોય ત્યારે વપરાય.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ (4)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Mast,aaje me tamari recipe follow Kari tuti futi banavi

Similar Recipes