પ્યાજ કચોરી

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#ડીનર
જોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ.

પ્યાજ કચોરી

3 કમેન્ટ્સ કરેલ છે

#ડીનર
જોધપુરી પ્યાજ કચોરી.... સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આપણે ગુજરાતી લીલવાની કચોરી ના શોખીન છીએ પણ આજે આપણે અેવીજ એક જોધપુર ની ફેમસ પ્યાજ કચોરી બનાવતા શીખીઅે અને લોકડાઉન નો સદુપયોગ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. 1 ચમચીઆખા ધાણા
  2. 1 ચમચીવરિયાળી
  3. 1 ચમચીજીરૂ
  4. 1 ચમચીકસુરી મેથી
  5. 250 ગ્રામતેલ તળવા માટે અને મોણ માટે
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1 ચમચીવાટેલો અજમો
  8. 1 કપમેંદો
  9. 1 કપઘઉંનો લોટ
  10. 1 ગ્લાસપાણી
  11. 1 ચમચીહિંગ
  12. 1 ચમચીલાલ મરચું
  13. 3 ચમચીચણાનો લોટ બેસન
  14. 3કળી વાટેલું લસણ
  15. 2મોટી ડુંગળી સમારેલી
  16. 2લીલા સમારેલા મરચા
  17. 1 ચમચીખાંડ
  18. 1 ચમચીચાટ મસાલો
  19. 1 ચમચીઆમચૂર પાવડર
  20. 1બાફેલું બટાકું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ આખા ધાણા આખું જીરૂ વળીયારી અને કસુરી મેથી ને મિક્સરમાં ક્રશ કરી લો ત્યારબાદ ૩ ચમચી તેલ મૂકીને આ વાટેલો મસાલો બરાબર શેકી લો હવે તેમા ૩ ચમચી જેટલો બેસનનો લોટ નાખીને બેસનને બરાબર શેકો હવે તેમાં સમારેલું લસણ સમારેલી ડુંગળી બાફેલા બટાકાનો માવો લીલા મરચા લાલ મરચું હીંગ ખાંડ ચાટ મસાલો આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરો

  2. 2

    હવે આમાંથી નાની સાઈઝ ના ગોળા વાળી લો

  3. 3

    હવે એક વાસણમાં સરખા પ્રમાણમાં મેંદો અને ઘઉંનો લોટ ચાળીને મીઠું મુઠ્ઠીભર તેલનુ મોવાણ વાટેલો અજમો નાંખી પુરતા પ્રમાણમાં પાણી નાખીને લોટ બાંધી લો આ લોટમાંથી મીડિયમ સાઇઝના લૂઆ તૈયાર કરો હવે આ લુવાને હાથથી જ પુરી જેવો શેપ બનાવો હવે તેમાં બનાવેલો માવાનો એક ગોળો મૂકી બધી બાજુથી લોટને દબાવીને બંધ કરી લો

  4. 4

    હવે તેને હાથથી જ થોડું દબાવીને ચારે બાજુથી સરખું કરી લો હવે મીડીયમ તાપે તેલમાં અધકચરા તળી ને બહાર કાઢી લો આ રીતે બનેલી બધી કચોરીને એક વખત અધકચરી તેલમાં તળીને બહાર કાઢી લો

  5. 5

    હવે ફરી તેલ ગરમ કરીને ધીરા ગેસના તાપે કચોરીને બદામી રંગની થાય અને ફૂલીને દડા જેવી થાય ત્યાં સુધી તળી લો

  6. 6

    હવે તેને ડુંગળીનું કચુંબર મોળું દહીં ખજૂર આમલીની ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરો જો ઘરમા આમાંથી કશું જ અવેલેબલ ના હોય તો ગરમા ગરમ ચા સાથે પણ સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes