દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ અડદ
  2. ૫૦ ગ્રામ રાજમા
  3. ૧૦૦ ગ્રામ માખણ
  4. 1વાડકી મલાઈ
  5. 1 ચમચીઘી
  6. ૧૫ કડી સૂકું લસણ
  7. 1આદુ નો ટુકડો
  8. 5લીલા મરચા ઝીણા સમારેલા
  9. 4ટામેટાં
  10. 1 ચમચીકસમીરી લાલ મરચુ
  11. 2 ચમચીલાલ મરચુ
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીમીઠું
  14. 2 ચમચીઘી
  15. 1 ચમચીધાણા જીરું
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 1 ચમચીકિચન કિંગ મસાલો
  18. ૧/૨ ચમચી કસુરી મેથી
  19. લીલા ધાણા
  20. રૂમાલી રોટી માટે
  21. 1વાડકી રવો
  22. મીઠું સ્વાદાનુસાર
  23. 3 ચમચીઘી
  24. ૧/૨ વાડકી મેંદો અટામણ માટે
  25. પાણી
  26. જીરા રાઈસ
  27. 1વાડકો રાંધેલા ભાત
  28. 1 ચમચીજીરૂ
  29. 2 ચમચીઘી
  30. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અડદ અને રાજમા ને ૧૦ કલાક માટે અલગ અલગ વાસણ માં બોડી રાખો. અડદ ને બોડતી વખતે પેહલા ૪ પાણી થી સરસ ધોઈ ને લો. હવે બરાબર બોડાઈ ગયા બાદ પણ ફરી થી અડદ ને ૩ ચાર પાણી થી ધોઈ લો. રાજમા પણ ધોઈ લો. અડદ ને ખૂબ સારી રીતે ધોવા જરૂરી છે. કેમ કે એનો કલર થોડો ગ્રીન જેવો તોજ દેખાશે. પછી દાળ મખની નો કલર પણ અડદ સારી રીતે ધોઈ હસે તો જ સારો આવસે. હવે એક કુકર મા બંને લય મીઠું હળદર, અને ૧ ચમચી માખણ નાખી ૫ સિટી વગાડી બાફી લો.

  2. 2

    હવે બફાય જાય એટલે ઉપરનું થોડું પાણી કાઢી નાખો જે થોડું કાળા રંગ નું જેવું હોય એ. પછી અડદ અને રાજમા ને થોડા મેસ કરી રહેવા દો. હવે ૪ ટામેટાં ને કુકર માં લય થોડું પાણી ઉમેરી ૩ સિટી વગાડી બાફી લેવા. ઠંડું પડે એટલે છાલ કાઢી બ્લેન્ડર થી ક્રશ કરી પ્યુરી બનાવી દો. હવે લસણ આદુ અને મરચા ને ચોપ કરી લો. થોડા લસણ ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે એક કડાઈમાં ૧ ચમચી ઘી અને ૨ મોટી ચમચી માખણ લય ગરમ કરવા મૂકો એમાં ગરમ થાય એટલે લસણ, મરચા અને આદુ સાતડો જરાક લાલ થાય એટલે કાશ્મીરી લાલ મરચુ નાખી બરાબર મિક્સ કરી તરત જ ટામેટાં ની પ્યુરી ઉમેરી દો. એ થોડી વાર થાય એટલે એમાં લસણ ની પેસ્ટ ઉમેરી દો. હવે બીજા મસાલા પણ ઉમેરી દો.

  4. 4

    હવે બધું બરાબર મિક્સ કરી ૧ મિનિટ થવા દો. પછી એમાં બાફેલા રાજમા અને અડદ ઉમેરી બરાબર મિકસ કરીને થોડું પાણી ઉમેરી દો આં દાલ એમ થોડી ઘટ્ટ જ હોય છે પણ તમને ગમે એ પ્રમાણે તમે રાખી સકો.૧ ચમચી માખણ ઉમેરી દો. હવે ઢાંકણ ઢાંકી ૭ મિનિટ સુધી ધીમા તાપે થવા દો.વચે એકવાર હલાવી દો. હવે સરસ દાલ મખની થય જસે. હવે એમાં મલાઈ અને કસુરી મેથી ધાણા નાખી મિક્સ કરીને ગેસ બંધ કરો દો. પછી સરવિગ બાઉલ માં કાઢી લ્યો.

  5. 5

    હવે રાંધેલા ભાત ને કઢાઈ માં ઘી મૂકી જીરું ઉમેરી જીરું લાલ થાય એટલે ભાત ઉમેરી લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરી. એક બાઉલ માં કાઢી લ્યો.

  6. 6

    હવે રોટી બનાવવા એક વાડકી રવો લો. હું આ રોટી રવા માંથી બનાવી છે. નોર્મલી એ મેંદા માંથી જ બનતી હોય છે. હવે રવાને જરાક સેકી લો. એટલે એક જ મિનિટ ધીમી આંચ પર. પછી એને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. આપડા ભાખરી ના લોટ જેવું થય જસે. હવે એને પાણી અને ચપટી મીઠું નાખી રોટલી કરતા પણ પોચો લોટ બાંધી ને ઢાંકી ને રેહવા દો.

  7. 7

    હવે ૨૦ મિનિટ સુધી રેવા દો. વચ્ચે એક વાર ફરી પાણી વાળા હાથ ધરી મસળી લો.. હવે એક તવી ગરમ કરવા મૂકો. લોટ ને ઘી અને પાણી વાળા હાથ થી ખુબ મસળી ને નાના નાના લુવા કરી દો. લુવા ઢાંકી ને રાખવા. હવે બે લુવા ની પૂરી બનાવી દો પછી એક પર ઘી લગાવી મેંદો ભભરાવી બીજી પુરી એના પર મૂકી દો. હવે એને એકદમ પાતળી રૂમાલ જેવી વણી લો. પછી તવી પર ધીમા તાપે શેકી લો નાખ્યા પછી રોટલી તરત જ ફેરવી બીજી બાજુ રૂમાલ વડે હળવા હાથે દબાવી શેકી ઉતારી ને બને રોટલી અલગ કરી દો.

  8. 8

    હવે એક બાજુ જરાક સેકી સર્વ કરો.

  9. 9

    બસ હવે દાલ મખની, જીરા રાઈસ અને રોટી લીંબુ અને કાંદા ટામેટાં મરચા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes