મગ ના પાઉં ભાજી ઢોસા

અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે જેનાં લીધે ઘરમાં જ રહેવુ સુરક્ષિત છે. તો આવી પરિસ્થિતિમાં ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને રસોઈ કરવી જોઈએ. તો આજે ડિનરમાં નાના મોટા સૌને ભાવે તેવી હેલ્ધી તથા ટેસ્ટી વાનગી પોસ્ટ કરું છું. આ ઢોસા બનાવા માં ખુબ જ સરળ છે. અને ખાસ તો ઘર ની હાજર સામગ્રી માંથી જ સરળતા થી બની શકે છે. જેનું નામ છે મગ ના પાવ ભાજી ઢોસા. તો શરૂ કરીએ આજની રેસિપી.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઈ ને પાણી માં 6-7 કલાક માટે પલાળી દો.
- 2
પલાળ્યા બાદ ફરી તાજા પાણી થી એક વાર ધોઈ લો અને ચારણી માં નિતારવા મૂકી દો. વધારા નું બધું પાણી નિતારી લઇ મિક્સર માં મગ, લીલા મરચા, જીરું અને આદુ ઉમેરી વાટી લો. વાટતી વખતે જરૂર મુજબ પાણી ઉમેરવું. અને ઝીણું વાટવું. (બેટર ઢોસા જેવું પાતળું જ રાખવું.)
- 3
હવે આ બેટર માં હિંગ, ચોખા નો લોટ, કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
- 4
નોન સ્ટિક તવા ને ગરમ કરો. અને ચમચા થી ઢોસા ને ગરમ લોઢી પર પાથરો. ગેસ ની આંચ મધ્યમ રાખવી. હવે ઢોસા પર બધી બાજુ ડુંગળી, ટામેટા ભભરાવો. (તમે અહીં ચીઝ, પનીર, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો.) હવે એના પર પાવભાજી મસાલો છાંટો. મસાલો જેટલી તીખાશ જોઈએ એ પ્રમાણે ઉમેરવો. હવે ચમચા ની મદદ થી હળવા હાથે બધું ઢોસા મા દબાવી દેવું. ચારે બાજુ તેલ રેડો.
- 5
કિનારી કડક થાય એટલે ઉથલાવી ને બીજી બાજુ શેકો. ચમચા ને હળવા હાથે ઢોસા પર દબાવતા જવું.
થોડું કડક થઇ જાય એટલે પ્લેટ માં લઈ લો. (તમે ઉપર છીણેલું ચીઝ ઉમેરી શકો છો) તો તૈયાર છે ગરમ ગરમ મગ ના પાઉંભાજી ઢોસા. તેને ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ