સેવ નો દૂધપાક (Sev no Dudhpak recipe in gujarati)

#મોમ
મારી મમ્મી એકદમ સાદી જ રસોઈ બનાવતી.. પણ ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી.. એના હાથ ની ઘણીબધી મિઠાઈ બહુ જ સરસ બનતી એમાં મને સૌથી વધારે સેવ નો દૂધપાક અને મગસ ની લાડુડી વધારે ભાવતી.. આજે હું થોડી જ સામગ્રી થી ઝટપટ બની જતો સેવ નો દૂધપાક લઈ ને આવી છું.

રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં દૂધ ગરમ કરવા મૂકવું.
- 2
બાજુમાં એક કડાઈ માં ઘી ગરમ કરી સેવ ને હાથેથી તોડી શેકવા મૂકવી. એક સરખું હલાવતાં રહેવું.
- 3
સેવ થોડી શેકાઇ જાય એટલે એમાં ગરમ કરેલું દૂધ ઉમેરવું.
- 4
એક સરખું હલાવતાં રહેવું. સેવ થોડી સોફ્ટ થાય એટલે સાકર ઉમેરવી.
- 5
સાકર ઓગળી જાય અને દૂધપાક થોડો જાડો થાય એટલે ગેસ બંધ કરવો એલચી અનેજાયફળ નો ભૂકો અને ચારોળી ઉમેરવી.
- 6
આ દૂધપાક ગરમ અથવા ઠંડો પણ ખાઈ શકાય..
અમારા ઘરે થોડો જાડો દૂધપાક ભાવે એટલે સેવ નું પ્રમાણ વધારે છે.. તમે તમારા સ્વાદ પ્રમાણે સેવ ઓછી નાખી શકો છો..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)