પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)

#મોમ
આઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે.
પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
#મોમ
આઈસ્ક્રીમ બધાને ગમે છે, બાળકોને તો આઈસ્ક્રીમ બહુ જ ગમે છે. આ પાન દિલબહાર આઈસ્ક્રીમ મેં મારા બાળકો માટે બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, આ આઈસ્ક્રીમને મેં ચોકલેટ કપમાં સર્વ કરી છે જે બાળકોને ગમશે જ. આપણે પાન તો કોઈક વાર ખાઈએ છીએ પણ એજ સ્વાદ આઈસ્ક્રીમમાં મળી જાય તો શું કહેવું. ચોકલેટ અને પાન આઈસ્ક્રીમનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કલકત્તા પાનને પાણીથી બરાબર સાફ કરી, કપડાથી લુછી કોરા પાડીને,પાનને ઉપરથી ડાળીવાળો ભાગ કાપી દો.આવી રીતે બધા પાન કાપી, પાનના નાના ટુકડા કરી દો.
- 2
અેક મિકસરના જારમાં કાપેલાં પાન, ગુલકંદ, ઈલાયચીનો ભુક્કો, વરિયાળી તેમજ દૂધ ઉમેેરી બારીક વાટીને પેસ્ટ બનાવી લો.
- 3
એક બાઉલમાં અમૂલ્ય ફ્રેશ ક્રીમ નાખી 20 મિનિટ માટે ફ્રીજમાં ઠંડી કરવા મૂકો, ત્યારબાદ ઈલેક્ટ્રિક બીટર અથવા હેન્ડ બ્લેન્ડર થી 5 થી 7 મિનિટ સુધી બીટ કરો.
- 4
ત્યારબાદ ક્રીમમાં પાનની પેસ્ટ, દળેલી ખાંડ અને દૂધ ઉમેરી ફરી 1 મિનિટ માટે બ્લેન્ડર ફેરવી દો.
- 5
જો આઈસ્ક્રીમને વધારે થોડું લીલો રંગ આપવું હોય તો લીલો ફુડ રંગ ઉમેરી બ્લેન્ડરથી મિક્સ કરી દો. આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ તૈયાર છે.
- 6
હવે તૈયાર કરેલ આઈસ્ક્રીમના મિશ્રણને કાચના ઢાંકણવાળા બાઉલમાં અથવા એલ્યુમિનિયમ મોલ્ડમાં નાખીને,ઉપર થોડી ટુટીફ્રુટી નાખી ઢાંકણથી ઢાંકી,ફ્રીજરમાં 4 થી 5 કલાક આઈસ્ક્રીમને સેટ થવા મૂકો.
- 7
ચોકલેટને ડબલ બોઈલરમાં અથવા માઈક્રોવેવમાં મેલ્ટ કરીને સિલિકોન કપમાં અંદરની ચારેય બાજુ નાખીને, વધારાની ચોકલેટ બહાર કાઢી લો, ચોકલેટનું પાતળું પડ બનાવવો. આવી રીતે બધા મોલ્ડ તૈયાર કરી ફ્રીજમાં 5 મિનિટ સેટ થવા માટે મૂકી દો.
- 8
ફ્રીજમાંથી સેટ થયેલા સિલિકોન મોલ્ડમાંથી અંદરની તરફ તૈયાર કરેલ ચોકલેટ કપ,સિલિકોન કપમાંથી ધીરે ધીરે હળવા હાથે બહાર કાઢો,જો ચોકલેટ કપ ટુટી જાય તો ફરી ચોકલેટ મેલ્ટ કરી બનાવો. તૈયાર કરેલ ચોકલેટ કપને ફ્રીજમાં મૂકી દો.
- 9
5 કલાક પછી પાન આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે કે કેમ તે તપાસો.
- 10
તૈયાર ચોકલેટ કપમાં બનાવેલ આઈસ્ક્રીમ નાખીને ઠંડી ઠંડી સર્વ કરો. તૈયાર છે પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ ચેરી, ટુટીફ્રુટી, ગૃુલાબની પાંદડીઓ અને મુખવાસથી ગાર્નિશિંગ કરીને સર્વ કરો.
Similar Recipes
-
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે. Harsha Israni -
ચોકો કોકોનટ ઘનાશ બોલ્સ ઈન રબડી
#ZayakaQueens#ફ્યુઝનવીકઆ રેસિપી ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ મિક્સ કરી ફ્યુઝન રેસીપી બનાવી છે ,ઘનાશ એક ઈન્ટરનેશનલ રેસીપી છે જે કેક પર આઈસીંગ કરવામાં વધારે ઉપયોગ થાય છે. ફ્રાંસના એક વિધાર્થીએ ડાર્ક ચોકલેટ પર ગરમ ફ્રેશ ક્રીમ નાખીને આ બનાવી હતી ત્યારબાદ એ ટ્રફલના(truffle) ઘનાશ ના નામથી ઓળખાય છે, રબડી એક ઈન્ડિયન ડીશ છે,જે ડેઝર્ટમાં પીરસાય છે. આ ડીશમાં ઘનાશ બનાવી તેમાં કોપરાની છીણ ઉમેરી બોલ્સ બનાવી રબડીમાં સર્વ કર્યા છે જે જોવામાં ખૂબ જ આર્કષક લાગે છે. Harsha Israni -
પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
આઇસ્ક્રીમ કોને ના ભાવે? નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવતું એવું આઈસ્ક્રીમ એમાં પણ જો આપણે એને વગર બીટર મશીન એ ઘરે બનાવીએ તો? એટલા માટે જ મેં અહીં એક રિફ્રેશિંગ પાન આઈસ્ક્રીમ જે મેં ઘરે બનાવ્યો છે એ પણ પહેલી જ વાર અને ખાસ કરીને એને વગર મશીને બનાવી છતાં પણ એકદમ એ creamy, ટેસ્ટમાં એકદમ બજાર જેવો જ સ્વાદિષ્ટ બન્યો છે. તો તમે પણ આ રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ઉનાળામાં એની ઘરે બેઠા મજા માણશો. Hezal Sagala -
ચોકલેટ પાન અને રજવાડી પાન (Chocolate Paan And Rajwadi Paan Recipe In Gujarati)
#સાઈટ#રેસીપી૩પાન વિશે કંઈ કહેવાની જરૂર નથી નાના-મોટા બધાને આના વિશે માહિતી છે જ અને lockdown માં આપણે બહાર જમવાનું તો શું પાન ખાવા પણ જઇ શકતા નથી તો ઘરે બધી વસ્તુઓ અવેલેબલ હોય જ છે તો પાન લાવીને ખાલી આપણે ઘરે બનાવી શકે છે અને ચોકલેટ હોવાથી બાળકો પણ ફટાફટ ખાઈ લે છે અને પાન હેલ્ધી પણ છે એમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે તો આપણે આ વાતાવરણમાં કેલ્શિયમ માટે આ ડાયરેક્ટ હેલ્ધી ઑપ્શન છે Khushboo Vora -
ચોકલેટ પાન
#દિવાળી#ઇબુક#Day27આ ચોકલેટ પાનમાં ચોકલેટ પીનટ બટર, વરિયાળી, કોપરાની છીણ, ટૂટીફુટી, મુખવાસ વગેરે ઉમેરીને ચોકલેટમાં બોળીને ચેરી-ટુથપીકથી સજાવીને ઠંડુ કરી સર્વ કર્યુ છે. Harsha Israni -
પાન ચોકલેટ (Paan Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ૧ચોકલેટ માટે તો કોઈ તહેવાર ની જરૂર નથી હોતી આજકાલ ચોકલેટ ટ્રેન્ડમાં છે બધા તહેવાર હોય કે પ્રસંગ હોય ચોકલેટ તો હવે કમ્પલસરી માં થયેલું છે અને આજકાલ ચોકલેટ લોકો ગિફ્ટ માં પણ આપતા થઈ ગયા છે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે ચોકલેટ નાના-મોટા બધાને ભાવતી હોય છે જે પાન ના શોખીન હોય એ લોકો એ તો આ ચોકલેટ જરૂરથી ટ્રાય કરવી હોમમેડ ચોકલેટ છે ટેસ્ટમાં બેસ્ટ છે અને મસ્ત લાગે છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
#cookpad#cookpadgujarati#cookpadindiaઆમ તો આઈસ્ક્રીમ બનાવવાનો મને બોવ શોખ છે અને ને ઘણી ફ્લેવર્સ ના આઈસ્ક્રીમ બનાવ્યા પણ છે પણ ઘણા સમય થી પાન ફ્લેવર આઈસ્ક્રીમ બનાવવાનું વિચારતી તી પણ બનાવી નોતિ શકતી પણ આજ મે ફાયનલી બનાવી જ નાખ્યો અને ટે ખરેખર બોવ જ મસ્ત ક્રીમી ક્રીમી અને રેફ્રેશિંગ બન્યો છે. જે માત્ર અડધા લીટર દૂધ માંથી જ બનાવ્યો છે જે આશરે 1 લીટર એટલે કે 2 ફેમિલી પેક જેટલો બન્યો છે તો હું અહી તેની રેસીપી શેર કરું છું Darshna Mavadiya -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
#RC4#rainbowchallenge#greencolorrecipe#cookpad_gu#cookpadindia#the_divine_foodવધારે કંઈ નહીં લખીશ આ વખતે. બસ એટલું કહીશ કે એકવાર તો જરૂર થી બનાવજો. તાજા પાન ની અરોમા અને સ્વાદ નો કંઇક અલગ જ જાદુ છે આ પાન ફાલુદા માં 🥰 Chandni Modi -
-
સ્ટ્રોબેરી ચોકલેટ મૂસ
આ સ્ટ્રોબેરી મૂસ સ્ટોબેરી ક્રશ ,સ્ટ્રોબેરી ચોકલેટ, ફ્રેશ ક્રીમ ,વ્હીપ ક્રીમથી બનાવેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ ને ગમે. Harsha Israni -
સીતાફળ બાસુંદી
#ઇબુક#Day12આ બાસુંદી સીતાફળના બીજ કાઢીને દૂધમાં બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
રીયલ પાન મુખવાસ ચોકલેટ (Real Paan Mukhwas Chocolate)
#DFTફ્રેશ કલકત્તી પાન અને પાનમાં એડ થતી સામગ્રી ચોકલેટ સાથે બહુ જ સરસ લાગે છે. આ ચોકલેટ એટલી ટેમ્પ્ટીંગ લાગે છે કે બન્યા પછી એક ખાઇને રોકાઇ નથી શકાતું.મેં અહીં વ્હાઇટ અને ડાર્ક બન્ને ફ્લેવરમાં પાન ચોકલેટ બનાવી છે. બન્ને બહુ જ યમી લાગે છે. Palak Sheth -
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
#RC4#week4જમ્યા પછી મસાલા પાન ખાવાથી જમેલુ સરળતાથી પાચન થઈ જાય છે. મારા ઘરના ગાર્ડનમાં નાગરવેલનાં પાન ઉગે છે એટલે દવા વગરના ઓર્ગેનિક પાન મળી રહે છે. નાગરવેલનાં પાન શરદી કે ઉધરસ હોય તો પણ મટાડે છે. Kajal Sodha -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમી માં 3 અને મન ને ઠંડક આપતું આ પાન શરબત બનાવવું ખૂબ સરળ છે. આ પાન શરબત નો ઉપયોગ પાણી સાથે કરો અને દૂધ અને વેનીલા આઇસક્રીમ માં મિક્સ કરી ને પાન શોટ્સ પણ બનાવી શકાય. ચાલો આ ઉનાળા માં કૈક નવું ટ્રાય કરીએ. Jigisha Modi -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Ice Cream Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૫ચોકલેટનું નામ પડતા જ દરેક નું મન લલચાઇ જાય છે. એમાં પણ ચોકલેટ ફ્લેવર નો આઈસ્ક્રીમ એટલે તો વાત જ શું પૂછવી.. પરંતુ બહાર મળતાં આઇસ્ક્રીમ જેવો જ સ્વાદિષ્ટ આઇસ્ક્રીમ ઘરની વસ્તુઓ માંથી સરળ રીતે ફટાફટ બની જાય તો પરિવાર સાથે આઈસ્ક્રીમની લહેજત માણવા ની ખૂબ મજા પડી જાય છે. આ રેસિપી ની મદદથી ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી ચોકલેટ આઇસ્ક્રીમ બની જશે તો જરૂરથી ટ્રાય કરો. Divya Dobariya -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate ice cream recipe in gujrati)
#મોમચોકલેટ આઈસ્ક્રીમ મારા પરિવારના દરેક સભ્યોને ખૂબ જ ભાવે છે એટલે હું વારંવાર બનાવું છું Kajal Panchmatiya -
ચોકલેટ કપ (Chocolate કપ Recipe in Gujarati)
આજે વર્લ્ડ ચોકલેટ ડે છે તો એના માનમાં મેં આજે તમારા માટે ચોકલેટ કપ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને બાળકોને તો સૌથી વધુ ભાવશે. 🧁🍫 Noopur Alok Vaishnav -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
પાન ફલેવર કેક (Paan flavored Cake Recipe In Gujarati)
નાના-મોટા સૌના ફેવરિટ પાન તો હોય જ એમાં પણ જમ્યા પછી sweet અને પાન કે મુખવાસ કંઇક તો ખાતા જ હોઈએ એમાં પણ બધું એક માં આવી જાય તો પછી મજા જ પડી જાય તો બધા માટે તૈયાર છે પાન ફલેવર કેક બર્થડે કેક હોય કે પછી આમ જ ડિઝર્ટ માં પણ આ કેક મસ્ત લાગે છે Khushbu Sonpal -
રોઝ લીચી મોકટેલ
#ઇબુક#Day6#આ મોકટેલમાં લીચી ક્રશનો ઉપયોગ કર્યો છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
પાન પનીરી મોદક (paan paneeri modak recipe in Gujarati)
#GCR#foodforlife1527#cookpadindia નાગરવેલના પાન નેચરલ માઉથફ્રેશનર હોય છે. સાથે પનીરના કોમ્બીનેશનમાં સુપર ટેસ્ટી માદક ગણપતિ બાપ્પાના પ્રસાદમાં અર્પણ. Sonal Suva
More Recipes
ટિપ્પણીઓ (13)