લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મેંદામાં મ્હોણ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધી લો...ઢાંકીને રેસ્ટ આપો.....હવે પાર બોઈલ કરેલી લીલી તુવેર અને વટાણા ને ચીલી- કટર માં અધકચરા ક્રશ કરી લો.....એક પેન માં તેલ મૂકી જીરું નાખો...તતડે એટલે હિંગ ઉમેરો....ક્રશ કરેલી તુવેર અને વટાણા ઉમેરી સાંતળો....5 થી સાત મિનિટ સાંતળો પછી આદુમરચા ની પેસ્ટ...આમચૂર પાઉડર... ખાંડ...ગરમ મસાલો...કોથમીર ઉમેરી મિક્સ કરો...
- 2
હવે સાઈડમાં રાખેલો મેંદા નો લોટ મસળી ને નાના લુવા પાડી પૂરી વણી લો......2 ચમચી જેવું સ્ટફિંગ ભરીને કચોરી વાળી લો બન્ને હાથની હથેળી વડે હળવા હાથે ગોળ ફેરવીને ખુલ્લી ના રહે તે રીતે ગોળ શેપ આપીને એક રૂમાલ ઢાંકીને રાખો....બધી કચોરી વળાઈને તૈયાર થાય એટલે તેલ ગરમ મુકો....ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે તળી લો....
- 3
બધી કચોરી તળાઈ જાય ત્યાર પછી બીજી વાર તળીને એકદમ લાલ ક્રિસ્પી કરી લો...એટલે બે વાર તળવાની છે....મિત્રો હવે આપણી #વિકમીલ3 ની#ફ્રાઈડ રેસિપી લીલવા વટાણા ની કચોરી તળાઈ ને તૈયાર છે...ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો...
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (4)