ફ્રાય પાપડ સ્ટિક (Fry papad stick recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ની છાલ ઉતારી અને તેને ફ્રેન્ચ ફ્રાઈ ના શેપ માં કટ કરી લો
- 2
હવે તેને એક તપેલા માં લઇ અને 2 થી 3 પાણી વડે ધોઈ અને નમક નાખી તેને 10 મિનિટ માટે બોઇલ કારીલો
- 3
હવે તેને એક ચારની માં નિતારવા મૂકી દો
- 4
હવે એક બાઉલ માં ત્રણેય લોટ મિક્સ કરી અને તેમાં મરી પાઉડર,મેગીમસલો,નમક,ચીલી ફ્લેક્સ,ટામેટા પાઉડર, અને ચીઝ ને ખમણી ને તેમાં નાખો અને પાણી નાખી અને ઘટ્ટ ખીરું તૈયાર કરો ભજીયા ના ખીરા જેવું
- 5
હવે પાપડ નો મિક્સર માં ભૂકો કારી નાખો અધકચરો ફોટામાં બતાવેલ છે તે મુજબ
- 6
હવે એક કડાઈ માં તેલ ગરમ મુકો અને તેલ ગરમ થાય એટલે બટેટા ની ચિપ્સ ને ખીરામાં બોળીને પછી પાપડ ના ભુક્કા માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો
- 7
તૈયાર છે ફ્રાય પાપડ સ્ટિક આ સ્ટિક તમે માયોનિસ સોસ સાથે અથવા ટામેટા.સોસે સાથે ખાઈ શકો છો
- 8
આ સ્ટિક માં નમક ધ્યાન પૂર્વક નાખવું કેમ કે પાપડ પણ ખરા હોય છે અને બટેટા બોઇલ કર્યા ત્યારે પણ નમક નાખ્યું હતું,અને મેગી મસાલા માં.પણ નમક હોય છે
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (2)