મેક્સિકન બ્રેડ પીઝા (maxican bread pizza recipe in gujarati)

#માઇઇબુક#પોસ્ટ ૨૫
મેક્સિકન બ્રેડ પીઝા (maxican bread pizza recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૫
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરો.હવે અમેરીકન મકાઈ ના દાણા કાઢી બાફી લો.ગાજર, કેપ્સીકમ અને કાકડી ને ઝીણા સમારી લો.
- 2
હવે એક પેનમાં થોડું બટર મૂકી ગરમ થાય એટલે ગાજર, કેપ્સીકમ, કાકડી અને મકાઈ ના દાણા ઉમેરી સાંતળો.પછી તેમાં નમક સ્વાદ અનુસાર ઉમેરી થોડું ચઢી જાય પછી મરી, ચીલી ફ્લેક્સ અને મિક્સ હબ્સૅ ઉમેરો.બધુ બરાબર મિક્સ કરી ઞેસ બંધ કરી દો.
- 3
હવે બીજી પેનમાં થોડું બટર મૂકી ગરમ થાય પછી તેમાં લસણ, આદુ, મરચાં ની પેસ્ટ ઉમેરો.પછી થોડા બોઇલ કરી ટામેટા ની છાલ કાઢી તેને મિક્સરમાં ક્રશ કરો.હવે આ ટામેટા ની પ્યુરી ઉમેરી તેમાં નમક અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો.થોડીવાર સાંતળો.પછી તેમાં મેયોનીઝ અને થોડો ટોમેટો કેચઅપ ઉમેરી હલાવો.ઞેસ બંધ કરી દો.આ તૈયાર થયેલા મિશ્રણ ને સાલ્સા સોસ કહેવાય.
- 4
કોઇ પણ મેક્સિકન ડિશ બનાવવા માટે આ સોસ યુઝ કરી શકાય છે.ફ્રિઝ મા ૧૫ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
- 5
હવે એક પેનમાં થોડું બટર મૂકી ગરમ થાય એટલે તેમાં બ્રેડ શેકી લો.એકબાજુ શેકી ઉથલાવી તેના પર પહેલા સાલ્સા સોસ લગાવી ઉપર મકાઈ વાળુ સ્ટફિંગ મૂકી નીચે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
- 6
હવે તેને પ્લેટમાં લઈને ઉપર ચીઝ ખમણી કેચઅપ સાથે સર્વ કરો. તો રેડી છે મેક્સિકન બ્રેડ પીઝા.
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ