ઓટ્સના લોટની ચોકલેટ બાર(oats lot ni chocolate bar recipe in Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
શેર કરો

ઘટકો

  1. 1 કપશેકેલા ઓટ્સ નો કરકરો લોટ
  2. બસ્સો ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  3. બસ્સો ગ્રામ મિલ્ક ચોકલેટ
  4. 20 ગ્રામડ્રાય ફ્રુટ માં શેકેલી બદામ
  5. 20 ગ્રામશેકેલા કાજુ
  6. 20 ગ્રામશેકેલા પીસ્તા
  7. 4 નંગશેકેલા અખરોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ ને ધીમે ધીમે મિડિયમ તાપે શેકી લો.ઓટ્સ બળે નહીં તે ધ્યાન રાખવું. કારણ આ એકદમ સોફટ ધાન છે.ઓટ્સ શેકાય જાય એટલે મિકસર માં કરકરો લોટ બનાવી લો.

  2. 2

    ઓટ્સ નો લોટ તૈયાર થાય પછી એક પછી એક ડ્રાય ફ્રૂટ આછા બદામી રંગના શેકી લો.આ પ્રોસીઝર તમે માઈક્રો પણ કરી શકો.

  3. 3

    ઓટ્સ નો લોટ ને ડ્રાયફ્રુટ બધું થઈ જાય એટલે ડ્રાયફ્રુટ ના નાના નાના ટુકડા કરી લો.તમે ઈચ્છો તો ક્રશ કરી શકો છો.હુ આ ચોકલેટ મારા બાળકો માટે બનાવુ છુ.તેને ડ્રાયફ્રુટ ના પીસ પસંદ છે.

  4. 4

    હવે મિલ્ક ચોકલેટ નો અડધો ભાગ લોઅને સાવ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.ચોકલેટ ઓગળી જાય એટલે તેમાં ઓટ્સ નો લોટ મિક્સ કરી એક બાજુ રાખી દો. હવે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બન્ને સાથે ગરમ કરો અને ઓગળી જાય ત્યારે એમાં શેકીને ટુકડા કરેલાં ડ્રાયફ્રુટ નાખીને સરસ મિકસ કરી દો.

  5. 5

    હવે ચોકલેટ ગરમ હોય ત્યારે જ તમારે જે આકાર આપવો હોય તેમાં પહેલા ડ્રાયફ્રુટ નાખો. પછી મિક્સ ચોકલેટ નાખો. એ પંદર મિનિટ ફ્રિજમાં મૂકો.પંદર મિનિટ પછી બહાર કાઢી ઓટ્સ નો લોટ નુ ચોકલેટ મિસ્રણ નુ લેયર કરો.ઉપર ફરીથી ડ્રાયફ્રુટ ભભરાવો. ત્રીસ મિનિટ ફરીથી ફ્રિજમાં મૂકો.પછી બહાર કાઢી લો અને મજા લો.

  6. 6

    ફ્રેન્ડસ ઓટ્સ અને ચોકલેટ ખાવાના ખુબજ ફાયદા છે. ઓટ્સ હાર્ટ માટે ખુબ ફાયદાકારક છે ચોકલેટ મૂડ માટે સારી છે.ડ્રાયફ્રુટ ના ફાયદા પણ આપણે જાણીએ છીએ તો એકદમ હેલ્ધી અને ક્વીક ઓટ્સ ચોકલેટ બાર ખૂબજ મજેથી ખાવ અને ખવડાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
તમે મેરી બિસ્કીટ ના જામ્બુ બનાવ્યા છે જે મારે બનાવવા છે તો હુ ટ્રાય કરુ છું

Similar Recipes