પનીર સમોસા(paneer samosa recipe in Gujarati)

#સુપરશેફ _3
#week 3
#મોન્સૂનસ્પેશિયલ
સમોસાનું નામ પડતા આપણા બધાના મોઢામાં પાણી આવી જાય છે સમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે પનીર ના સમોસા બટાકાના સમોસા દાળના સમોસા ..પટ્ટી સમોસા અથવા પંજાબી સમોસા અલગ હોય સમોસા માં ઘણી બધી વેરાઇટી હોય છે પટ્ટી સમોસા માં પનીરનું સ્ટફીંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મજા પણ આવે છે નાના મોટા સૌ ને પસંદ આવે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન ને ગરમ કરો પેન ગરમ થાય એટલે એમાં બે ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો ડુંગળી ગુલાબી થઇ જાય એટલે એમાં કેપ્સીકમ નાખો કેપ્સીકમ સોફ્ટ થાય ત્યાં સુધી એને સોતે કરી લો.ત્યાર બાદ તેમાં સ્વીટ કોર્ન સ્વાદ મુજબ મીઠું ઝીણા સમારેલા લીલા મરચાં લાલ મરચું પાઉડર હળદર ગરમ મસાલો નાખીને એક મિનિટ માટે સોતે કરી લો.
- 2
ત્યારબાદ એમાં સમારેલા પનીર નાખો અને મિક્સ કરી ને 1/2 મિનિટ માટે સોતે કરી લો ત્યારબાદ ગેસ ની ફ્લેમ ઓફ કરી દો લીંબુનો રસ નાખો અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખો અને મિક્સ કરીને સ્ટફિંગ ને એક બાઉલમાં કાઢી લો અને ઠંડુ થવા દો
- 3
હવે તૈયાર સમોસા પટ્ટી થી આપણે સમોસા વાળી લઈશુ
એક વાટકીમાં એક ચમચી મેંદો અને બે ચમચી પાણી નાખીને મિક્સ કરીને સમોસા ને ચોટાડવા માટે લઇ બનાવી લો - 4
સમોસા પટ્ટી ના સમોસા વાળી ને એમાં બે ચમચી પનીર નું સ્ટફિંગ નાખીને સમોસા વાળી લો અને મેંદાની લઇ થી ચોંટાડી દો
- 5
સમોસા ને તળવા માટે મીડીયમ ફ્લેમ પર તેલ ગરમ કરી લો ત્યાર બાદ એમાં બનાવેલા સમોસા નાખો અને એને સતત ફેરવતા ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરી લો
- 6
તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી સમોસા જેને તમે ગ્રીન ચટણી સાથે લાલ મરચાની ચટણી સાથે કે ટામેટા ની ચટણી સાથે કે ટોમેટો કેચૂપ સાથે પણ ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)