કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા

#સુપરશેફ3
#Monsoon_special
સરસ મજાનો વરસાદ વરસતો હોય તો સૌથી પહેલા ભજીયા યાદ આવે ને પછી મકાઈ ભુટ્ટા... આમ તો વરસતા વરસાદ સાથે શેકેલા ભુટ્ટા ઉપર લાલ મરચાં અને મીઠા માં બોળેલી લીંબુ ની ફાડ ઘસીને ખાવાની મજા જ કાંઈક અલગ છે.. અહહા એક આનંદ ની અનુભૂતિ.. પણ આજકાલ છોકરાઓ ને કાંઈક નવું પણ જોઈતું હોય.. તો ચાલો બનાવીએ એક નવી વેરાયટી.. આ વાનગી મે ગાર્લિક બ્રેડ લોફ કટ કરીને બનાવી છે તમે બ્રેડ પર પણ બનાવી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પેસ્તો બનાવીશું
ટ્રેડીશનલી બેસીલ પેસ્તો બનાવવા પાઈન નટ્સ (ચીલગોઝા) વપરાય છે.. એની બદલે અખરોટ બદામ પણ વાપરી શકાય.. મેં અખરોટ નો ઉપયોગ કરીને પેસ્તો બનાવ્યો છે.. બોઈલ્ડ મકાઈ ના દાણા, બેસિલ ના પાન, અખરોટ, લસણ, મરીનો ભૂકો, લીંબુનો રસ, મીઠુ અને ઓલિવ ઓઈલ બધી સામગ્રી ને ચોપર માં અથવા મિકસર માં દરદરૂ ક્રશ કરી લેવું. - 2
તૈયાર છે આપણો કોર્ન બેસિલ પેસ્તો..
આ કોર્ન બેસિલ પેસ્તો માં ખમણેલું ચીઝ ઉમેરી મિક્સ કરી લેવું. - 3
ગાર્લિક લોફ ને ક્રોસ સ્લાઈસ માં કટ કરવો. બટર લગાવી ઓવન માં ટોસ્ટ કરી લેવા.
- 4
ટોસ્ટ ઉપર તૈયાર ચીઝી કોર્ન બેસિલ પેસ્તો મૂકી ઉપર થી ઓલિવ ની સ્લાઈઝ મૂકી 4-5 મિનિટ ઓવન માં બેક કરવું. અથવા નોનસ્ટીક પાનમાં 4-5 મિનિટ થવા દેવું.
- 5
તૈયાર છે આપણા કોર્ન બેસિલ પેસ્તો બ્રુશેટા..
વરસતા વરસાદ માં આ કુર્રમ કુર્રમ બોલે એવા બ્રુશેટા ખાવાની પણ એક અલગ જ મજા આવે.. અને સાથે જો કોઈ ગરમાગરમ સૂપ હોય તો જલસો જ થઈ જાય..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)