ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)

B Mori @cook_25133505
ફરાળી મંચુરિયન(farali manchurian recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી,બટેટા, ગાજર નું છીણ કરો.મરચું ઝીણું સમારેલું, આદું મરચાં ની પેસ્ટ બનાવો
- 2
એક મોટું બાઉલ લો તેમાં રજગરા નો લોટ લો અને તેમાં બધું છીણ થોડું ઉમેરો અને મરી પાઉડર, મીઠું સાજી ના ફૂલ નાખી ને લોટ બાંધી લો. ગ્રેવી માટે બધા છીણ માંથી થોડું રાખવું. લોટ પાણી વગર બાંધવાનો છે.
- 3
હવે લોટ ના ગોળા બનાવી તળી લેવા
- 4
હવે ગ્રેવી માટે 3 ચમચી તેલ મૂકો. તેમાં રાખેલું બધું છીણ ઉમેરો. અને મરચાં સમારેલા ઉમેરો
- 5
થોડું સતાડાઈ જાય ત્યારે તેમાં મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું, અને તપખીર ને પાણી માં મિક્સ કરી ને નાખવું જેથી ગ્રેવી બને. ટામેટા સોસ નાખવો,જરૂર લાગે તો મરચાં નો પાઉડર નાખો
- 6
ગ્રેવી તૈયાર કરી તેમાં તળેલા મંચુરિયન નાખો. થોડી વાર પછી ગેસ બંધ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13286490











ટિપ્પણીઓ (7)