બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો.

બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)

ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. 2-3 ચમચીદહીં
  3. 1/2બીટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ચમચીતલ
  6. 1/2 ચમચીઅજમો
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીધાણજીરું
  10. 1/2 ચમચીગરમ મસાલો
  11. ચપટીહિંગ
  12. 1ચમચો તેલ
  13. 1ડુંગળી
  14. 1 ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  15. 1વાટકો અળવી પાન
  16. તેલ શેકવા માટે
  17. લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં અજમો તલ દહીં મીઠું લાલ મરચું હિંગ ધાણાજીરૂ અને ગરમ મસાલો નાખો. ત્યારબાદ તેમાં ખમણેલું બીટ નાખી પાણી નાખી ખીરું તૈયાર કરો.

  2. 2

    પેન માં તેલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ અને ડુંગળી સાંતળવા. ત્યારબાદ તેમાં ચણાના લોટનું ખીરું નાખી હલાવો. થોડીવાર બાદ તેમાં અળવીના પાન સમારી નાખવા. ત્યારબાદ કડાઈ છોડે તેવું મિશ્રણ થાય એટલે ગેસ બંધ કરી એક થાળીમાં પાથરવું.

  3. 3

    થોડીવાર બાદ તેના કાપા પાડી નોન સ્ટીક પેન પર બંને બાજુ ક્રિસ્પી થાય તેવી રીતે શેકો.

  4. 4

    તૈયાર છે વડી. ઉપર થોડો લીંબુ નો રસ નાખી દેવો. ગ્રીન ચટણી અને કેચપ સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Passi Vikshali
Passi Vikshali @happycook
Can I make one request please I really appreciate you put ur language.can u please post in hindi or English

Similar Recipes