હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ (Homemade chocolate Ice-cream recipe in Gujarati)

આઈસ્ક્રીમ નું નામ સંભળાય એટલે કોના કાન ઊંચા નઈ થાય અને એમાં પણ જો એકદમ બાર જેવો આઈસ્ક્રીમ ઘર માં જ બનતો હોય તો બસ બનાવો, ફ્રીઝ કરો અને કોઈ પણ સમયે ફ્રીઝર ખોલો અને ખાવ. ખુબ જ સરળ અને યમ્મી રેસિપી છે. જરૂર થી બનાવજો અને પરિવાર ને ખુશ કરજો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક બ્લેન્ડર જાર માં બધી બિસ્કિટ ના ટુકડા કરવા અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરવું. ત્યારબાદ ઠંડુ દૂધ, મલાઈ, વેનીલા અસેન્સ, દૂધ નો પાઉડર, કોકો પાઉડર અને એક ડેરી મિલ્ક ઉમેરી ફરીથી બધું બ્લેન્ડ કરવું.
- 2
એક એર ટાઈટ બોક્સ માં બધું મિશ્રણ કાઢી ઉપર પ્લાસ્ટિક વ્રેપ અથવા ફોઈલ પેપર થી કવર કરી ને બોક્સ નું ઢાંકણ ઢાંકી ૨-૩ કલાક માટે ડીપ ફ્રિઝ માં મૂકવું.
- 3
ત્યારબાદ ફરીથી બોક્સ માંથી ફ્રિઝ થયેલું આઈસક્રીમ બ્લેન્ડર જાર માં કાઢી બ્લેન્ડ કરવું અને ફરીથી એજ એર ટાઈટ બોક્સ માં કાઢી ઉપર ચોકો ચિપ્સ સ્પ્રિંકલ કરી ફરીથી ઉપર પ્લાસ્ટિક વ્રેપ અથવા ફોઈલ પેપર થી કવર કરી ને બોક્સ નું ઢાંકણ ઢાંકી ૮ કલાક માટે ડીપ ફ્રિઝ માં કરવું. ત્યારબાદ ઠંડુ ઠંડુ ચોકો સિરપ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)