દલ પૂરી(dal puri recipe in gujarati)

#ઈસ્ટ
આ એક યુપીની પ્રખ્યાત વાનગી છે.
દલ પૂરી(dal puri recipe in gujarati)
#ઈસ્ટ
આ એક યુપીની પ્રખ્યાત વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાની દાળ લઈ તેને ૫ કલાક પલાળી રાખો ત્યારબાદ તેનું પાણી ગાળી લો. અવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું નાખી તતડે એટલે તેમાં હિંગ નાખી તેને હલાવી લો ત્યારબાદ તેમાં ચણાની દાળ નાખો અને હલાવી લો ત્યારબાદ તેમાં મરચાં, લસણ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું અને કોથમીર નાખી હલાવો ત્યારબાદ તે શેકાઈ જાય એટલે ઠંડુ પાડીને પીસી લો.
- 2
અવે એક બાઉલમાં ધઉ નો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી તેને હલાવી લો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.અવે તેને ૧૦ મીનીટ આરામ આપો ત્યારબાદ લોટ ના ગુલ્લા કરી લો ત્યારબાદ એક ગુલ્લો લઈ તેને હાથ થી કટોરી જેમ બનાવી સ્ટફિંગ ભરીને તેને બંધ કરી તેને હલકાં હાથે વણી લો.અવે પૂરી તૈયાર થઈ જાય એટલે તેને ગરમ તેલમાં તળી લો.
- 3
તૈયાર ગરમ ગરમ પુરીને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (4)