મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)

Kanchan Raj Nanecha @cook_25663520
મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ચણાનો લોટ લેવો,અને મકાઈ નો ભૂકો મિક્સ કરવો પછી તેમાં ધોયેલી, સમારેલી મેથી લેવી.પછી તેમાં અધકચરો પીસેલ મરી નો ભુક્કો લેવો, પછી મીઠુ લેવું, પછી લીલા મરચા ની પેસ્ટ લેવી.
- 2
તેમાં ગરમસાલો, ચાટમસાલો, તલ, હળદર આદુ, લસણની પેસ્ટ ઉમેરવી
- 3
મિક્સ કરી લેવું, ત્યારબાદ હળવે હળવે પાણી ઉમેરતા જવું ને મિક્સ કરતા જવું.પછી એક ચમચી સોડા લઇ તેનાં પર લીંબુ નો રસ ઉમેરવો પછી બધુ બરાબર મિક્સ કરી લેવું.
- 4
તેલની કડાઈ તેલ ગરમ કરવા મૂકી દેવું
પછી તળવા માટે મુકેલા ગરમ તેલ માંથી એક ચમચો તેલ ઉમેરવું ને ચમચી ની મદદ થી હલાવી લેવું ધ્યાન રાખવું કે હાથ થી ન હલાવાય જાય.પછી ગરમ તેલ મા ગોટા પાડવા,વચ્ચે વચ્ચે ફેરવતા જવું જેથી બન્ને બાજુ સરખા તળાય ગોટા ને મધ્યમ આંચ મા તળવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13610265






ટિપ્પણીઓ