ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ(Grilled cheese sandwich recipe in gujarati)

Kalpana Mavani @cook_23454313
ગ્રીલ્ડ ચીઝ સેન્ડવીચ(Grilled cheese sandwich recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકાને બાફી લો. હવે તેને માવો કરી લો.હવે તેમાં મીઠુ,આદું મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને લીલા ધાણા નાખીને બરાબર મિક્સ કરો.
- 2
કાકડી,ટામેટા અને કોબીજને ઝીણા સમારી લો.તેમાં મીઠું, મરી, ચાટ મસાલો અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરો. તેમાં કાંદા લાંબા કાપેલા રાખો.
- 3
બ્રેડની સ્લાઈસ લઈને તેમાં બટર લગાવો પછી તેના પર બટાકાનો માવો લગાવો.તેના પર બીજી બ્રેડ પર બટર લગાવી અને તેના પર સલાડ મૂકો.
- 4
હવે તેના પર ચીઝ છીણીને નાખો.હવે તેના પર એક બ્રેડની લીલી ચટણીવાળી બ્રેડ લગાવો.હવે તેના પર બટર લગાવો.
- 5
હવે ગ્રીલ પેન ગરમ મૂકો એના પર બટર લગાવી અને બંને બાજુ બરાબર શેકી લો. તેને ઉપરથી છીણેલું ચીઝ નાખી ને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.ગરમાગરમ ગ્રીલ્ડ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ચીઝના લીધે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14072710











ટિપ્પણીઓ