ડાર્ક ચોકલેટ કેક(Dark chocolate cake recipe in gujarati)

ડાર્ક ચોકલેટ કેક(Dark chocolate cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દહીં લો. તેમાં સ્યુગર પાઉડર નાખીને મિક્સ કરી લો. પછી તેમાં મેંદો, કોર્ન ફ્લોર અને ઘઉં નો લોટ નાખી ને બરાબર મિક્સ કરો. હવે તેમાં તેલ નાખીને બરાબર મિક્સ કરો.
- 2
પછી દૂધ નાખી ને બરાબર મિક્સ કરી ને બેટર બનાવી લો. અને તેમાં ૧ ચમચી બેકિંગ પાઉડર નાખી ને બરાબર મિક્સ કરો ૧૦ મિનિટ માટે રહેવા દો.
- 3
હવે એક કડાઈમાં મીઠું નાખીને સ્ટવ પર ગરમ કરવા મૂકો અને એક બાઉલમાં તેલ લગાવી ને બેટર માં બેંકીંગ સોડા નાખી ને બરાબર મિક્સ કરો ધીમા તાપે બેંકીંગ માટે મૂકી દો ઉપર થી ઢાંકી દો.
- 4
હવે ૪૫ થી ૫૦ મિનિટ સુધી બેક થવા દો ત્યાં સુધી એક તપેલીમાં પાણી નાખીને ગરમ કરો અને બીજા એક બાઉલમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરી લો અને પીગાળી લો.
- 5
હવે કેક તૈયાર છે.
- 6
હવે કેક ઠંડી થાય એટલે તેને વચ્ચે થી ચપ્પુ વડે કાપી લો અને તેમાં સ્યુગર સીરપ લગાવી દો. પછી તેના પર ચોકલેટ મેલ્ટ લગાવી દો પછી તેના પર કેક ની બીજી સ્લાઈસ મૂકી ને કેક ફરતે ચોકલેટ મેલ્ટ લગાવી દો.
- 7
હવે તેના પર ચોકલેટ સ્પ્રિંકલ લગાવી દો. પછી ચેરી,વીપ્ડ ક્રિમ અને જેમ્સ થી ગાર્નિશ કરો તો તૈયાર છે ડાર્ક ચોકલેટ કેક.....
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (4)