ફણગાવેલા મગનું સલાડ (Sprouts Moong salad recipe in Gujarat)

Kajal Panchmatiya @cook_23026917
ફણગાવેલા મગનું સલાડ (Sprouts Moong salad recipe in Gujarat)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મગને પાંચથી છ કલાક પલાળી પછી તેને સારી રીતે ધોઈ અને એક કપડામાં બાંધીને આઠ થી ૯ કલાક માટે એક ડબ્બામા નાખી દેવાના છે
- 2
ત્યારબાદ તેને ખુલીને જોશો તો તે બરાબર ઉગી ગયા હશે તમે જોઈ શકો છો કે આપણા મને બહુ જ સરસ ઉગી ગયા છે
- 3
હવે મગની એક બાઉલમાં કાઢી લો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોબીજ એડ કરી દો
- 4
હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા અને બીટને ખમણીને તેમાં ઉમેરો
- 5
ત્યારબાદ તેમાં મુરો પણ ખમણીને ઉમેરો હવે તેમાં મસાલા સીંગ રતલામી સેવ ઉમેરો
- 6
ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો લીંબુનો રસ ટામેટાં સોસ ઉમેરો
- 7
હવે તેમાં ચાટ મસાલો ઉમેરી ને બરાબર હલાવી નાખો તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી એવું ફણગાવેલા મગનું સલાડ હેલ્ધી પણ છે તો એકવાર જરૂર ટ્રાય કરજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14130374
























ટિપ્પણીઓ (11)