મેરી ચોકો કેક

#CCC
#cookpadindia
આ ક્રિસમસ માં બાળકો ને ખુશ કરવા આ મેરી ચોકો કેક બનાવી દો. જડપી ને ટેસ્ટ માં બેસ્ટ આ મેરી ચોકો કેક બાળકો ને જરૂર ભાવશે.
મેરી ચોકો કેક
#CCC
#cookpadindia
આ ક્રિસમસ માં બાળકો ને ખુશ કરવા આ મેરી ચોકો કેક બનાવી દો. જડપી ને ટેસ્ટ માં બેસ્ટ આ મેરી ચોકો કેક બાળકો ને જરૂર ભાવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માખણ કોકો પાઉડર અને દળેલી ખાંડ લો.અને તેને એક બાઉલ માં સરસ મિકસ કરી લો.
- 2
ત્યારબાદ તેને હેન્ડ બ્લેન્ડર વડે સરસ મિક્સ કરી લો.અને કોકો સીરપ ત્યાર કરી લો.
- 3
ત્યારબાદ બીજા બાઉલ મા કોફી લઇ તેમાં પાણી એડ કરી તેને હલાવી લો.ત્યારબાદ મેરી બિસ્કીટ લઇ તેમાં ડીપ કરો.અને એક પ્લેટ મૂકી તેના પર કોકો સીરપ લગાવો.
- 4
આ રીતે એક કોફી માં ડીપ કરેલું બિસ્કીટ અને કોકો સીરપ આ રીતે લિયર્સ કરતા જાવ.આ રીતે તમે પાંચ સાત નવ જેટલી મોટી કેક કરવી હોય તેટલા બિસ્કીટ લઇ શકો.
- 5
ત્યારબાદ આ કેક ની ચારે સાઇડ પણ આ કોકો સીરપ થી કવર કરી દો.અને આ કેક ને ૪-૫ કલાક ફ્રીઝર માં સેટ કરવા મૂકી દો.
- 6
ત્યારબાદ આ મસ્ત કેક ને તમારી પસંદ ના પીસ કરી લો એટલે આ બાળકો જોઈ ને ખુશ થઈ જશે.આ જડપી અને ટેસ્ટ માં બેસ્ટ મેરી ચોકો કેક ત્યાર છે.
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (12)