કેબેજ મન્ચુંરિયન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને બરાબર સાફ કરી લો. ત્યારબાદ તેને ખમણી ની મદદથી ઝીણી છીણી લો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ૧ લીલું મરચું તથા આદું અને લસણ ની પેસ્ટ નાખો.
- 2
પછી તેમાં સ્વાદ મુજબ લાલ મરચું પાવડર, મીઠું તથા ૨ ચમચી સેઝવાન ચટણી અને ૨ ચમચી કોર્ન ફલોર તથા ૧ ચમચી રાઈસ ફલોર ઉમેરી બઘું બરાબર મિક્ષ કરો. એક વસ્તુ ધ્યાન રાખવું કે કોબીજ ને છીણી લીધા પછી તેમાં થી વધારાનું પાણી નીતારી લેવું. પછી મિશ્રણ માંથી બોલ્સ બનાવી લેવા. અને ગરમ તેલ માં બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા પછી કાઢી લેવા.
- 3
હવે એક પેન લો. તેમાં ૨ ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી, લસણ અને લીલું મરચું નાખી ૨-૩ મિનીટ સાંતળો. પછી તેમાં મીઠું, મરચું પાવડર, રેડ અને ગ્રીન ચીલી સોસ તથા સેઝવાન ચટણી અને ટોમેટો સોસ નાખી ૨ મિનીટ હલાવો પછી તેમાં કોર્ન ફલોર સ્લરી નાખી મિકસ કરી અને મન્ચુરિયન બોલ્સ ઉમેરી અને ગેસ બંધ કરી દો. (કોર્ન ફલોર માં થોડું પાણી ઉમેરી સ્લરી તૈયાર) મન્ચુરિયન બોલ્સ સર્વીગ બાઉલ માં કાઢી લીલી ડુંગળી તથા કોથમીર થી સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (7)